Vastu Tips: સામાન્ય રીતે બધા જ લોકો પૈસા રાખવા માટે વોલેટનો ઉપયોગ કરે છે. વોલેટમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે. આપણે તિજોરીમાં પૈસા રાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ છીએ, તેવી જ રીતે પર્સમાં પૈસા રાખવાના પણ કેટલાક નિયમો છે. જો તમે આ બાબતનું ધ્યાન નહીં રાખો તો તમારા પર્સમાં પૈસા ટકશે નહીં. તેમજ તમારો ખર્ચ વધી શકે છે, જે તમારી બચત પર અસર કરશે. પરિણામે ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. પર્સમાં કઈ વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે.
પર્સમાં ન રાખશો આ 6 વસ્તુઓ
1. પર્સમાં ક્યારેય ચાવીઓ ન રાખવી જોઈએ. માનવામાં આવે છે કે પર્સમાં ચાવી રાખવાથી વેપારીઓને ધનનું નુક્શાન થઈ શકે છે અને વ્યવસાય પર નકારાત્મક અસર પડી શકે છે.
2. ચલણી નોટોને તમારા પર્સમાં યોગ્ય રીતે રાખવી જોઈએ. ચલણી નોટોને પર્સમાં ફોલ્ડ કરીને ન રાખો. તેમજ ફાટેલી નોટો પર્સમાં રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે અને તમારે નાણાંકીય સંકટનો સામનો કરવો પડી શકે છે. માનવામાં આવે છે કે પર્સમાં ફાટેલી નોટો રાખવાથી તમારું દુર્ભાગ્ય વધી શકે છે. પૈસા સીધા પર્સમાં રાખો અને સિક્કાને ખિસ્સામાં રાખવા જોઈએ.
3. પર્સમાં દવાઓ, બ્લેડ, ચાકુ જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. આ વસ્તુઓથી નકારાત્મક અસર થાય છે. જેનાથી તમારા ધન પર નકારાત્મક અસર પડી શકે છે અને અચાનક ખર્ચ વધી શકે છે.
4. પર્સમાં ક્યારેય બિલ ન રાખવા જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા પર દેવું વધી શકે છે. તમારી જવાબદારીઓ વધવાથી નાણાંકીય તંગી રહી શકે છે અને બચત ઓછી થશે. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. બિલ સિવાય તમારા પર્સમાં નકામા કાગળ અને ઉછીના પૈસા ન રાખો.
5. ઘણી વખત લોકો ભૂલથી અથવા અજાણતામાં પોતાના પર્સમાં મૃત વ્યક્તિનો ફોટો રાખતા હોય છે. આવું કરવાથી તમારા દેવામાં વધારો થઇ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. જેથી તમારે આવું કરવાથી બચવું જોઈએ.
6. તમારે તમારા પર્સમાં દેવી-દેવતાઓના ફોટા ન રાખવા જોઈએ. તે સ્થાન દેવી લક્ષ્મીનું છે. તેમજ તમારું પર્સ ફાટેલું, ગંદુ કે બહુ જૂનું ન હોવું જોઈએ. તેનાથી દુર્ભાગ્ય અને વાસ્તુ દોષ વધે છે.