Astrology News: ફાગણ મહિનો હિન્દૂ કેલેન્ડરનો છેલ્લો મહિનો હોય છે. ત્યાર બાદ ચૈત્ર મહિનાથી હિન્દૂ નવ વર્ષની શરૂઆત થાય છે. આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનામાં જે વ્યક્તિ ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા-અર્ચના કરે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત આ મહિને કેટલી વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. આવું કરવાથી તેનું ખરાબ પરિણામ મળી શકે છે. ત્યારે ભોપાલના જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી જાણીશું કે ફાગણ મહિનામાં કઈ વસ્તુઓની ખરીદી કરવાનું ટાળવું જોઈએ.
ફાગણ મહિનામાં ન ખરીદો કાળા વસ્ત્રો
ફાગણ મહિનામાં કાળા કપડાં ખરીદવા દૂર્ભાગ્યપૂઇન સાબિત થઇ શકે છે. આ મહિનામાં પીળા વસતો પહેરવાનું મહત્વ છે. પીળો કલર સકારાત્મક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી આ મહિને કાળા કપડાં ખારીવાનું ટાળવું જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે અને તેના પરિણામો પણ અશુભ જ પ્રાપ્ત થાય છે.
ફાગણ મહિનામાં ન ખરીદો ધારદાર વસ્તુઓ
ફાગણ મહિનામાં ધારદાર વસ્તુઓ ખરીદવી યોગ્ય માનવામાં આવતી નથી. માનવામાં આવે છે કે આ મહિને ઘરે ધારદાર વસ્તુઓ ખરીદી લાવવાથી ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થઇ શકાય છે. આ ઉપરાંત પરિવારમાં કકળાટ પણ થઇ શકે છે. તેમજ ધારદાર વસ્તુ ખરીદવાથી શનિ દોષ પણ ઉત્પન્ન થઇ શકે છે.
ફાગણ મહિનામાં ન ખરીદો તાંબાની વસ્તુઓ
ફાગણ મહિનામાં તાંબાની કોઈપણ વસ્તુ ખરીદવી શુભ માનવામાં નથી આવતી. આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી થઇ શકે છે. જેથી ફાગણ મહિનામાં તાંબું કે તાંબા સાથે સંબંધિત કોઈપણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.
ફાગણ મહિનામાં ન ખરીદો કાચની વસ્તુઓ
ફાગણ મહિનામાં કાચની વસ્તુઓ ખરીદવી શુભ નથી માનવામાં આવતી. કાચ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી ફાગણ મહિનામાં કાચમાંથી બનેલી વસ્તુઓ ખરીદવાથી શુક્ર દોષ થઈ શકે છે. પરિણામે વ્યક્તિને ભૌતિક સુખ-સુવિધાઓમાં સમસ્યાઓ પેદા થવા લાગે છે. જેથી ફાગણ મહિનામાં કાચ કે કાચની બનેલી કોઈપણ પ્રકારની ચીજવસ્તુઓ ન ખરીદવી જોઈએ.