Astrology News: આજના સમયમાં રેફ્રિજરેટર દરેક ઘરમાં ઉપયોગ થતુ જરુરી મશીન છે. લોકો ઘણીવાર અજાણતામાં કેટલીક એવી વસ્તુઓ ફ્રીજમાં રાખી દે છે, જેને રાખવાથી તેમને ભવિષ્યમાં પૈસાની ખોટ સહન કરવી પડે છે. આવો જાણીએ ફ્રિજના વાસ્તુ સંબંધિ નિયમો વિશે…
કઇ વસ્તુ ના રાખવી જોઇએ
ઘણા લોકોને પૈસા વગેરે ફ્રીજ ઉપર રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૈસા અને સોનું વગેરે ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવું જોઈએ. તેનાથી વેપારમાં નુકસાન થઈ શકે છે. ઘણા લોકોને તેમના બાળકોના મેડલ અથવા ટ્રોફી તેમના ફ્રીજની ઉપર રાખવાની આદત હોય છે. આમ કરવું શુભ માનવામાં આવતું નથી.
ના રાખો આ છોડ
ઘણા લોકો ડેકોરેશનના હેતુથી ફ્રિજની ઉપર છોડ વગેરે પણ રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાંસના છોડને ક્યારેય પણ ફ્રીજની ઉપર ન રાખવો જોઈએ. આનાથી તમને વાંસનો છોડ રાખવાનો કોઈ ફાયદો થતો નથી.
ખતમ થઇ જાય છે દવાની અસર
ફ્રિજની ઉપર દવાઓ રાખવાથી તેની અસર ખતમ થઇ જાય છે. વિજ્ઞાન પણ આ હકીકત સ્વીકારે છે. ફ્રીજમાંથી નીકળતી ગરમી દવાઓ પર અસર કરે છે.
કઇ દિશામાં રાખવુ ફ્રિજ
રેફ્રિજરેટરને હંમેશા દિવાલથી ઓછામાં ઓછા એક ફૂટ દૂર રાખવું જોઈએ. ઘરમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે રેફ્રિજરેટર હંમેશા પશ્ચિમ દિશામાં રાખો. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે.