
Vastu Tips: ધર્મ ડેસ્ક: શ્રાવણ માસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવે છે. આ માસ વિધિવત ભોલેનાથની પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે શ્રાવણ સોમવારના દિવસે શિવજીનો જળાભિષેક અથવા રુદ્રાભિષેક કરવાથી વિશેષ કૃપા મળે છે. એની સાથે જ શ્રાવણ માસમાં ભગવાન શિવ સાથે સબંધિત વસ્તુઓ ઘરે લાવવું શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓમાંથી એક છે ડમરુ. માનવામાં આવે છે કે ઘરમાં ડમરુ રાખવાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે. ચાલો જાણીએ વાસ્તુ હિસાબે કઈ દિશામાં ડમરુ રાખવું શુભ માનવામાં આવે છે.
ડમરુને ઘરમાં ક્યાં રાખવું?
જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કર્યું છે તો તેની પાસે ડમરુ રાખો. આ સિવાય જો ઘરમાં ભગવાન શિવની મૂર્તિ હોય તો તમે તેની સાથે પણ રાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ દિશામાં ઉચ્ચ સ્થાન પર ડમરુ રાખવું લાભદાયક રહેશે.
ઘરમાં કેટલું મોટું ડમરુ રાખવું શુભ છે?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માત્ર નાની સાઈઝનું જ ડમરુ રાખવું જોઈએ. ડમરુ ક્યારેય હથેળીથી મોટી સાઈઝનું ન લાવવું જોઈએ.