
Astrology News: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક ચીજ વસ્તુઓને રાખવા માટેનું એક સ્થાન નક્કી કરાયું છે. શાસ્ત્ર અનુસાર વસ્તુ રાખવાના ઉપાયની અવગણના કરવામાં આવે તો ઘણી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. બીજી બાજુ ઘરમાં વસ્તુના સ્થાનને લઈ સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનું પણ પરિભ્રમણ જોવા મળતું હોય છે. ત્યારે જુતા-ચપ્પલને કઈ દિશામાં અને કયા સ્થાને રાખવા જોઈએ? તે માટે વાસ્તુ નિષ્ણાતો શું કહી રહ્યા છે આવો જાણીએ વિસ્તારથી!
રસોડામાં પણ પગરખા લઈ જવામાં આવે તો…
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચપ્પલ કે જૂતાને ક્યારે પણ તુલસીની આસપાસ રાખવા જોઈએ નહીં અને પગથી ઉતારવા પણ જોઈએ નહીં! જો આવું કરવામાં આવે તો ઘરમાં ગરીબી આંટો લઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધવા લાગે છે.બીજી બાજુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં ક્યારેય શૂઝ કે ચપ્પલ ઉતારવા જોઈએ નહીં.