
Astrology News: હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેને તુલસી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માન્યતા છે કે જે ઘરમાં વાસ્તુની સાચી દિશા પ્રમાણે આ છોડ લગાવવામાં આવે છે ત્યાં હંમેશા સમૃદ્ધિ રહે છે. એટલું જ નહીં તુલસીનો ઉપયોગ પૂજા પાઠ અને યજ્ઞની તમામ વિધિમાં પણ કરવામાં આવે છે. આ પાંદડાઓ મુખ્યત્વે વિષ્ણુની પૂજામાં મુખ્ય માનવામાં આવે છે.
તુલસીના ઘણા પ્રકાર હોય છે. મોટાભાગના લોકો તેમના ઘરોમાં રામ અથવા શ્યામા તુલસી રોપે છે અને દરરોજ તેની પૂજા કરે છે. બંને તુલસીનું પોતાનું અલગ અલગ મહત્વ છે. તો આવો જાણીએ આ બેમાંથી કયા તુલસીના છોડને ઘરમાં રાખવાથી લાભ થાય છે. તુલસીના 5 પ્રકાર હોય છે. દરેકનું પોતાનું મહત્વ રહેલું છે. પરંતુ ઘરમાં ક્યાં તુલસીના છોડને રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તે મોટા ભાગના લોકોને ખ્યાલ હોતો નથી. તો ચાલો જાણીએ.
તુલસી પાંચ પ્રકારના હોય છે
-શ્યામા તુલસી
-રામ તુલસી
-શ્વેત તુલસી
-વન તુલસી
-લીંબુ તુલસી