- ઝુબીન ગર્ગ મોત કેસ: ૧ વર્ષ બાદ સિંગર અમૃતપ્રભા મહંતની શરતી જામીન પર જેલમાંથી મુક્તિ
- ‘ખોસલા કા ઘોસલા ટુ’ ની રિલીઝ ડેટ લંબાઈ: હવે આવતા વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
- કારકિર્દી માટે નક્કી માર્ગ જરૂરી નથી: મહિલાઓની સ્વતંત્રતા દર્શાવતાં પાત્રો તરફ આકર્ષાય છું: શોભિતા
- વાર્તાઓ સાથે જોડાણ ન થતાં મૃણાલ ઠાકુરે લીધો બ્રેક: છેલ્લા ૯ મહિનાથી એકપણ ફિલ્મ નથી કરી સાઇન
- આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાનને CJP પ્રોટેસ્ટમાં સામેલ થવું ભારે પડ્યું, ૨૮ ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા નોટિસ
- ૧ નવેમ્બરથી નવો નિયમ: ફોનની સ્ક્રીન પર દેખાશે કોલ કરનારનું સાચું નામ
- અઝરબૈજાનમાં શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ સામે વિરોધ: વિદ્યાર્થિનીઓનો વર્ગ બહિષ્કાર
- સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધીને ૧૧.૩૯ ટકા થયો: ખાદ્ય વસ્તુઓ અને ઇંધણ મોંઘા થયા
Author: garvigujrat
ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ-દીવની લોકસભા બેઠકનું ચૂંટણી પરિણામ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે લાલુ પટેલને સતત ચોથી વખત રિપિટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે જિલ્લા પ્રમુખ કેતન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તો આ બંન્નેની લડાઉમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ફાવી ગયા અને તેમની જીત થઈ છે દમણ-દીવ બેઠક પર કોની કોની વચ્ચે હતી ટક્કર ? અપક્ષ ઉમેશ પટેલ ભાજપ લાલુ પટેલ કોંગ્રેસ કેતન પટેલ અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈની જીત દીવ દમણના અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત થઈ છે. તેમને 34810 મત મળ્યા છે. જ્યારે ભાજપના લાલુભાઈ પટેલને 32254 મત મળ્યા છે. કૉંગ્રેસના કેતન પટેલને 9159 મત…
Jamnagar Lok Sabha Seat : લોકસભા ચૂંટણી 2024નો જંગ પૂર્ણ થઈ ગયો છે. જામનગરમાં પૂનમબેન માડમની જીત થઈ છે. હવે જામનગરની ધૂરા પૂનમબેન માડમ સંભાળશે..ઉલ્લેખનીય છે કે, જામનગરની સ્થાપના 1540માં કરવામાં આવી હતી જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જે નગરની લોકસભાના સભ્યની તરીકે મતદારો વરણી કરી લીધી છે. પૂનમ માડમની રાજકીય સફર 49 વર્ષીય મૂનમ માડમએ B.Com સધીનો અભ્યાસ કરેલો છે. વર્ષ 2012માં કોંગ્રેસનો પંજો છોડી ભાજપમાં જોડાયા હતાં. તેઓ ભાજપમાં જોડાતાની સાથે ખંભાાળીયા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતાં. કોણ છે કોંગ્રેસના જે.પી. મારવીયા ? જે.પી. મારવીયાની 42 વર્ષની ઉંમર છે. જેમણે B.Com., LLB સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય…
Gujarat Lok Sabha Election Result 2024 : દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ રહ્યા છે. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જૂનભાઈ મોઢવાડિયાની જીત થઈ છે. અર્જૂનભાઈની 1 લાખ 18 હજાર મતથી જીત થઈ છે. જ્યારે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાની જીત થઈ છે. અર્જુન મોઢવાડિયા અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેમણે કોંગ્રેસથી નારાજ થઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતુ અને પછી ભારતીય જનતા…
Lok Sabha Election Result 2024:અત્યારે રાજકારણીયોમાં લોકસભાની ચૂંટણીની અને બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં કેરીની સિઝન ફૂલબહારમાં ખીલી છે. ત્યારે બંન્ને સિઝનની વટથી મજા વલસાડીઓ લહી રહ્યાં છે. કારણ કે, આજે ચૂંટણી પરિણામના દિવસ છે. જેમાં પણ વલસાડ બેઠકનું પરિણામ સામે આવી ગયું છે. જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છ, કારણ કે, ધવલ પટેલની જીત થઈ છે. ત્યારે જાણીએ આ બેઠકની રાજકીય બાબતો. 2024માં વલસાડ બેઠક પર કોની કોની વચ્ચે જંગ જામ્યો હતો ? ભાજપ – ધવલ પટેલ કોંગ્રેસ – અનંત પટેલ કોણ છે ધવલ પટેલ? ધવલ પટેલ ધોડિયા પટેલ સમાજનો અગ્રણી ચહેરો છે. ભાજપના આદિવાસી મોરચાના…
ByPoll Election Result 2024: દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ રહ્યા છે. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જૂનભાઈ મોઢવાડિયાની જીત થઈ છે. અર્જૂનભાઈની 1 લાખ 18 હજાર મતથી જીત થઈ છે. જ્યારે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાની જીત થઈ છે. સીજે ચાવડા સીજે ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપના કેસરીયો કર્યા હતા. સીજે ચાવડા ત્રણ વખતના ધારાસભ્ય અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા હતા. જેમણે છેલ્લી…
Mehsana Lok Sabha Election 2024 Live: દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની મતગાણતરી થઈ રહી છે. ત્યારે મહેસાણા બેઠક પરની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. મહેસાણા બેઠક પરના કુલ મત 1059340 માંથી હાલ 817706 મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ બેઠક પરથી ભાજપ અંગે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલને 248,325 મતોની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે. જોકે, હવે તેમની લીડને કોંગ્રેસ ઉમેદવાર ટક્કર આપી શકશે નહીં. જણાવી દઈએ કે, હરિભાઈ પટેલ સામે કોંગ્રેસના રામજીભાઈ ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. જેમને 277167 મતો મળ્યા છે. જણાવી દઈએ કે, મહેસાણાના વર્તમાન સાંસદ શારદાબેન પટેલ…
વડોદરાઃ Vadoadara Lok Sabha Result Election 2024: ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ફરી એકવાર વડોદરા લોકસભા બેઠક કબજે કરી લીધી છે. વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યાં છતાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વડોદરા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને હરાવી દીધા છે. ભાજપના યુવા નેતાએ કર્યો કમાલ વડોદરા લોકસભા સીટ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ બેઠક પરથી 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જીત મેળવી હતી. ત્યારે 2024ની ચૂંટણીમાં 33 વર્ષીય ડો. હેમાંગ જોષીએ જીત મેળવી છે. ભાજપનો મુકાબલો કોંગ્રેસ નેતા જશપાલસિંહ પઢિયાર સામે હતો. પરંતુ ભાજપે આ સીટ જીતીને…
Lok Sabha Election 2024 Result: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પૈકી જૂનાગઢ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ ફરી એકવાર ભવ્ય વિજય તરફ અગ્રેસર છે. ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાથી 100106 મતથી આગળ ચાલી રહી છે. અંદાજિત બે લાખ મત ગણવાના બાકી છે. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાની હારની શક્યતા વધી ગઈ છે. મતદાન પહેલા આ બેઠક ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી કઠીન બની હતી. પરંતુ જૂનાગઢવાસીઓએ ફરી એકવાર ભાજપના ઉમેદવાર પર પોતાની પસંદગી ઉતારી છે.…
લોકસભા ચૂંટણીમાં ગુજરાતનો જંગ ભાજપ માટે એકતરફી હતો. તેમ છતાં કોંગ્રેસ દ્વારા ટક્કર આપવામાં આવી હતી. નવસારી લોકસભા બેઠક પર સતત જીતતા આવેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સામે બાથ ભીડવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા નૈષધ દેસાઈ મેદાનમાં ઉતર્યા હતાં. જો કે, પોણા પાંચ લાખ કરતાં વધુ મતની લીડ પાટીલને મળતાં નૈષધ દેસાઈએ હાર સ્વીકારી લીધી હતી. મતદારોને આકર્ષવામાં નિષ્ફળ હાર સ્વીકારતાં કોંગ્રેસના નેતા નૈષધ દેસાઈએ કહ્યું કે, અમે ભાજપના કદાવર નેતાને પ્રચંડ તાકાતથી હરાવવા માટે સામનો કર્યો હતો. પરંતુ મતદારોને કોંગ્રેસ આકર્ષવામાં સફળ રહી નથી. જે અમારી કમનસીબી છે. વહીવટી તંત્રમાં ભય અને લોભ નીચે કામ થઈ રહ્યું છે.…
Vasad Lok Sabha Election Result 2024: વલસાડ લોકસભા બેઠક ગુજરાતના દક્ષિણ ભાગમાં આવે છે. આ બેઠકનો મોટો હિસ્સો આદિવાસીઓનો છે. આ બેઠક પણ આદિવાસી સમુદાય માટે આરક્ષિત છે. છેલ્લી બે ચૂંટણીઓથી આ બેઠક ભાજપ પાસે છે. આ પહેલા આ બેઠક બે ટર્મથી કોંગ્રેસ પાસે હતી. આ ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરાને તક આપીને ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે મોટો દાવ રમતા વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. 7 મેના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું હતું. આ બેઠક પર 72.71 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર કોંગ્રેસ, ભાજપ ઉપરાંત બસપાએ પણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


