Vastu Tips : કોઇ સગા કે મિત્રના લગ્નથી લઈને કોઈપણ ફંક્શનમાં ગિફ્ટ આપવાની પ્રથા ઘણી જૂની છે. લોકો એકબીજાને બર્થ ડે પર ગિફ્ટ આપે છે. વોચ, ફ્રેમ અને ગિફ્ટ આર્ટિકલ જેવી વસ્તુઓ ગિફ્ટમા આપવી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ શુ તમને ખબર છે કેટલીક વસ્તુઓ ગિફ્ટમાં આપવાથી તમારા સંબંધો ખરાબ થઇ શકે છે.
વાસ્તુ નિયમો અનુસાર, કેટલીક વસ્તુઓ એવી હોય થે, જેને મિત્ર કે કોઇ પણ લગ્ન પ્રસંગમા ગિફ્ટમાં ન આપવી જોઈએ. તેનાથી તે વ્યક્તિ તમારાથી દૂર થઈ શકે છે. આ સિવાય તમારા સંબંધોમાં ખટાશ પણ આવી શકે છે.
કઇ વસ્તુઓ ગિફ્ટમા ના આપી શકાય
તીક્ષ્ણ વસ્તુઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ગિફ્ટમાં ક્યારેય કોઈને ધારદાર વસ્તુઓ જેમ કે ચાકુ, હથિયાર, કાતર અને તલવાર ન આપવી જોઈએ. માનવામાં આવે છે કે તીક્ષ્ણ વસ્તુઓ ભેટ આપવાથી સંબંધો ખરાબ થઈ જાય છે. આ સિવાય જે વ્યક્તિને તમે ગિફ્ટ આપી છે, તેમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
વોચ
ઘણીવાર તમે જોયું હશે કે, ગિફ્ટમા લોકો ઘડિયાળ આપે છે. પરંતુ વાસ્તુ નિયમો અનુસાર ઘડિયાળ ક્યારેય કોઈને ભેટમાં ન આપવી જોઈએ. ઘડિયાળ ગિફ્ટ કરવાથી સંબંધ પર નકારાત્મક અસર પડે છે.
પેન
ઘણીવાર લોકો તેમના મિત્રોને ભેટ તરીકે પેન આપે છે. પરંતુ વ્યક્તિએ ક્યારેય ભેટ તરીકે પેન ન આપવી જોઈએ. જો તમે ગિફ્ટમાં પેન આપો છો, તો તેની ખરાબ અસર તમારા પર અને તે વ્યક્તિ પર પડે છે.
ફોટો અથવા ભગવાનની મૂર્તિ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાનનો ફોટો અથવા મૂર્તિ ક્યારેય કોઈને ભેટમાં ન આપવી જોઈએ. ભગવાનનો ફોટો કે મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આને ભેટ તરીકે આપો છો, તો તેનો અર્થ એ છે કે તમે ભગવાનને તમારા ઘરમાંથી દૂર કરી રહ્યા છો. આ કારણે તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નથી રહેતી.
પાણી સંબંધિત વસ્તુઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પાણી સંબંધિત વસ્તુઓ ગિફ્ટ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી પાણી સંબંધિત વસ્તુઓ જેવી કે માછલીઘર, કાચબા, બોટલ, ધોધ અને પાણીના વાસણો વગેરેને ક્યારેય કોઉને ગિફ્ટમા ન આપવી જોઇએ.
વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે, જ્યારે તમે કોઈ વ્યક્તિને પાણીથી સંબંધિત વસ્તુઓ આપો છો, તો તેનો અર્થ એ છે કે, તમે તેને તમારું નસીબ પણ આપી રહ્યા છો. આ તમારી નાણાકીય સ્થિતિને અસર કરે છે.