- VipLuck Casino PT – limites de depósito e condições de levantamento
- VipLuck Casino PT – jogos, bónus e métodos de pagamento
- Spinko Online-Casino – Einzahlungen, Auszahlungen und Zahlungsoptionen
- Spinko Online-Casino – Zahlungsmethoden und Auszahlungszeiten
- Spinko Online-Casino – Einzahlungen, Auszahlungen und Zahlungsoptionen
- Spinanga Casino Österreich – Zahlungsmethoden und Auszahlungszeiten
- Spinanga Casino Österreich – zentrale Merkmale und Plattformübersicht
- Spinanga Casino Österreich – zentrale Merkmale und Plattformübersicht
Author: garvigujrat
સમાજના એક વર્ગને બદનામ ના કરશો : સુપ્રીમ.ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ ઉપર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ.કોર્ટે નોટિસ જારી કરીને નિર્માતાઓને પૂછ્યું છે કે જાે તમે નામ બદલવા તૈયાર છો, તો તે નવું નામ શું હશે? તે અમને જણાવો.સુપ્રીમ કોર્ટે ગુરુવારે નેટફ્લિક્સ અને જાણીતા ફિલ્મમેકર નીરજ પાંડેની આગામી ઘૂસખોર પંડત ફિલ્મના શીર્ષક સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે, આ ફિલ્મને નવું નામ આપવા માટે તેમનો શું પ્રસ્તાવ છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, ઘણીવાર વિવાદ પેદા કરવા અને પબ્લિસિટી મેળવવા માટે આવા નામ પસંદ કરવામાં આવે છે. કોર્ટે મેકર્સની ઝાટકણી કાઢતા ટિપ્પણી કરી…
સૌથી મોટી ડિફેન્સ ડીલને DAC ની મંજૂરી.૧૧૪ નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત.આ સોદો અંદાજે રૂ.૩.૨૫ લાખ કરોડનો હોવાનું મનાય છે.ભારતની રક્ષણાત્મક શક્તિને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંરક્ષણ મંત્રાલયે એક ઐતિહાસિક ર્નિણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં ભારતીય વાયુસેના (IAF) માટે વધારાના ૧૧૪ રાફેલ ફાઇટર જેટની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદો અંદાજે રૂ.૩.૨૫ લાખ કરોડનો હોવાનું મનાય છે. ભારતીય વાયુસેનાને હાલમાં ૪૨ સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે માત્ર ૨૯ સ્ક્વોડ્રન જ કાર્યરત છે. જૂના થઈ રહેલા મિગ-૨૧ (MiG-21) વિમાનોને સેવામાંથી હટાવ્યા બાદ સર્જાયેલી અછતને પૂરવા માટે આધુનિક…
સુપ્રીમ કોર્ટે ગુસ્સાથી કહ્યું.RERA બંધ કરી દો, તે ફક્ત બિલ્ડરો માટે જ કામ કરે છે.કોર્ટે, RERA ની કામગીરીની ટીકા કરતા કહ્યું કે, તેને બંધ કરવું વધુ સારું રહેશે કારણ કે તે ડિફોલ્ટર બિલ્ડરોને જ મદદ કરે છે.સુપ્રીમ કોર્ટે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ની કામગીરીની આકરી ટીકા કરતા કહ્યું કે, તેને બંધ કરવું વધુ સારું રહેશે કારણ કે તે હવે ફક્ત ડિફોલ્ટર બિલ્ડરોને જ મદદ કરે છે. હિમાચલ પ્રદેશમાં RERA ઓફિસના સ્થાનાંતરણ અંગેના એક કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે, રાજ્યોએ વિચાર કરવો જાેઈએ કે આ સંસ્થા RERA, જનતા માટે બનાવવામાં આવી છે કે બિલ્ડરો માટે. ગુરુવારે એક કેસની સુનાવણી…
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો.બાંગ્લાદેશની જેમ ભારતને પણ મળશે ઝીરો ટેરિફનો લાભ.ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે : કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ.ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતને એક પછી એક રાહતો મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા બદલાવ કરવામાં આવ્યા, જેમાં કેટલીક શરતોમાં છૂટ આપવામાં આવી અને હવે એક દિવસ પછી વધુ છૂટછાટો મળવાની અપેક્ષા જાેવા મળી રહી છે. આ સંબંધમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો છે. ગુરુવારે તેમણે કહ્યું કે, ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે, જે અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવતા કેન્દ્રીય…
એરપોર્ટ બાદ હવે અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ ઝડપાય.SOG રિવરફ્રન્ટ પરથી ૯.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે યુવકને ઝડપ્યો.અમદાવાદ શહેરમાં જે રીતે યુવાધન શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે ડ્રગના વેપારમાં જાેડાઈ રહ્યું છે તે ચિંતાજનક છે.શહેરમાં ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજાનો વેપાર સતત વધતો જઈ રહ્યો છે ત્યારે એરપોર્ટ પર હેરોઈન અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ પરથી એક પેડલરને ૯.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતો પરંતુ મૂળ રાજસ્થાનનો આ પેડલર બે સપ્લાયરો પાસેથી ડ્રગ લઈને અમદાવાદના પેડલરને ડિલિવરી આપવા માટે આવ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો છે.એસઓજીની…
કેસમાં દિવાની કાયદાની કલમોને ચુસ્તપણે લાગુ કરી શકાય તેમ નથી :કોર્ટ.ગ્રાહકને વળતરનો ચુકાદો તુક્કા નહીં, નક્કર પુરાવાના આધારે આપવો જાેઈએ.વાળ વધારે ટૂંકા કાપી દીધા હોવાથી મોડેલિંગમાં નુકસાન થયું હોવાનું કહી મહિલાએ દિલ્હીના સલૂન સામે કેસ કર્યાે હતો.લૂનની બેદરકારીના કારણે પોતાના મોડેલિંગ એસાઈનમેન્ટમાં નુકસાન થયું હોવાના દાવા સાથે મહિલાએ કેસ કર્યાે હતો. જેમાં નેશનલ કન્ઝ્યુમર ડીસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશને દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલ ખાતે આવેલા સલૂનને વાળ બરાબર નહીં કાપવા માટે રૂ.૨ કરોડનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ આ ચુકાદાને પડકારવામાં આવતાં કમિશનના ચુકાદાને રદ ઠરાવી રૂ. ૨ કરોડના બદલે રૂ.૨૫ લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. જસ્ટિસ રાજેશ…
અદાલતોએ શંકાના આધારિત કેસો અને સાચા કેસો વચ્ચે ભેદ પારખવો જાેઇએ.કાળજીપૂર્વક જવાબદારી ન નિભાવાય તો કોર્ટની પ્રક્રિયા સજા બની જાય : સુપ્રીમ.ગુનાના પુરાવા રજૂ કરવામાં ન આવે તો કોર્ટે આવા કેસને રદ કરવાની હિંમત બતાવવી જાેઈએ.મધ્યપ્રદેશ વ્યાપમ પરીક્ષા કૌભાંડના વ્હિસલબ્લોઅર સામે જાતિ આધારિત હિંસાના આરોપોને રદ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતે કાયદાના શાસન પ્રત્યે નિષ્ઠા રાખી યાદ રાખવું જાેઇએ કે જાે જવાબદારી કાળજીપૂર્વક ન નિભાવવામાં આવે તો કોર્ટની પ્રક્રિયા પોતે જ સજા બની શકે છે. અદાલતોએ શંકાના આધારિત કેસો અને સાચા કેસો વચ્ચે ભેદ પારખવો જાેઇએ. જાતિ આધારિત અત્યાચારના કેસમાં આરોપો ઘડવાના મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી વ્હિસલબ્લોઅર આનંદ…
ટ્રમ્પના હાથના કર્યા હૈયે વાગ્યા!.અમેરિકામાં મંદીના ભણકારાં, રોજગાર વૃદ્ધિ ૧૩ વર્ષના તળીયે.ખાનગી ક્ષેત્રમાં જાેબ ઓપનિંગ ઘટીને ૬૫ લાખ પર પહોંચી ગયું છે, જે હજી થોડા વર્ષ પહેલાં તો ૧.૨ કરોડ હતી.કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગ્યા, અત્યારે અમેરિકાના કિસ્સામાં તે એકદમ સાચી પડી રહી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના હાથે થયેલા કર્માે હવે અમેરિકન પ્રજાને ફક્ત હૈયે જ નહીં લમણે પણ વાગી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે અપનાવેલી આર્થિક નીતિઓના કારણે અમેરિકન અર્થતંત્રમાં તેમના શાસનના એક વર્ષની અંદર જ મંદીના ભણકારા વાગવા લાગ્યા છે. રોજગાર વૃદ્ધિ દર ૨૦૨૦ના કોવિડના સમયગાળાને બાદ કરતાં ૧૩ વર્ષના તળિયે ૩.૩…
જયદીપ અહલાવત પછી વધુ એક નવી એન્ટ્રી.અજય દેવગણની દ્રશ્યમ થ્રીમાં પ્રકાશ રાજની પણ એન્ટ્રી.પ્રકાશ રાજને અક્ષય ખન્નાની જગ્યાએ સિનિયર પોલીસ અધિકારીની ભૂમિકા સોંપાઈ છે.અજય દેવગણની ‘દ્રશ્યમ થ્રી’માં હવે સાઉથના પીઢ એક્ટર પ્રકાશ રાજની પણ એન્ટ્રી થઈ છે. અગાઉ અક્ષય ખન્નાએ આ ફિલ્મ છોડી દીધા બાદ તેના સ્થાને જયદીપ અહલાવતની એન્ટ્રી થઈ હતી. તે પછી હવે તેમાં પ્રકાશ રાજ એક નવું પાત્ર ભજવશે. અગાઉ એવી અટકળો હતી કે પ્રકાશ રાજને અક્ષય ખન્નાની જગ્યાએ સિનિયર પોલીસ અધિકારીની ભૂમિકા સોંપાઈ છે. જાેકે, પ્રકાશ રાજે પોતે જ ક્લિયર કર્યું હતું કે હું ફિલ્મમાં કોઈ અન્ય કલાકારના સ્થાને ગોઠવાયો નથી.ઉલ્લેખનીય છે કે અજય દેવગણની હિન્દી…
કિયારાએ ફિલ્મમેકર અશ્વિની અય્યર તિવારી સાથે હાથ મિલાવ્યો.‘ટૉક્સિક’ બાદ કિયારા અડવાણીને અશ્વિનીરૂપે જાણે નવું અમૃત મળ્યું.કિયારા અડવાણી ટૂંક સમયમાં ‘નિલ બટ્ટે સન્નાટા’નું દિગ્દર્શન કરનાર અશ્વિની અય્યર તિવારીની આવનારી ફિલ્મમાં કામ કરતી જાેવા મળશે.કિયારા અડવાણી હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ટૉક્સિક’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન હવે કિયારાના ખાતામાં એક વધુ નવી ફિલ્મ ઉમેરાઈ ગઈ છે. આ આવનારી ફિલ્મ માટે કિયારા અડવાણીએ જાણીતી ફિલ્મમેકર અશ્વિની અય્યર તિવારી સાથે હાથ મિલાવ્યો છે.બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી છેલ્લે ‘વૉર ૨’માં નજર આવી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. ત્યારબાદ હવે કિયારા સાઉથના સુપરસ્ટાર યશની પેન-ઇન્ડિયા ફિલ્મ ‘ટૉક્સિક’માં જાેવા મળશે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


