- Spinanga Casino Österreich – Zahlungsmethoden und Auszahlungszeiten
- Spinanga Casino Österreich – zentrale Merkmale und Plattformübersicht
- Spinanga Casino Österreich – zentrale Merkmale und Plattformübersicht
- Grandpashabet Casino Güncel Giriş
- Chicken Road – Online Casino Slot with Exciting Chicken Road-Crossing Action
- Xon kasyno w Polsce – obsługa klienta i pomoc dla graczy
- Wild Tokyo Casino PT – bónus de boas-vindas e promoções disponíveis
- Wild Tokyo Casino PT – limites de depósito e condições de levantamento
Author: garvigujrat
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં.RBI એ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત.બેંકો, ગ્રામીણ બેંકો, NBFC અને સહકારી બેંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે.ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન રિકવરી પ્રક્રિયાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. છેલ્લા ઘણા સમયથી રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતા અમાનવીય વ્યવહાર અને ગેરકાયદેસર હેરાનગતીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. હવેથી બેંકો, ગ્રામીણ બેંકો, NBFC, અને સહકારી બેંકો સહિતની તમામ નાણાકીય સંસ્થાઓએ રિકવરી માટે માનવીય અભિગમ અપનાવવો પડશે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે, બેંકોએ હવે રિકવરી એજન્ટોની નિમણૂક માટે એક સ્પષ્ટ નીતિ બનાવવી પડશે.…
અફઘાનિસ્તાનના ખેલાડીને અમ્પાયર સાથેની રકઝક મોંઘી પડી , ICC એ તેને દંડ ફટકાર્યો, કડક ચેતવણી આપી 2026 ના T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું . હવે , ICC એ તેમને વધુ એક મોટો ફટકો આપ્યો છે T20 વર્લ્ડ કપ 2026 માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ , અફઘાનિસ્તાન ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC એ ટીમના અનુભવી ખેલાડી મોહમ્મદ નબી પર મેચ રેફરીની સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. લુંગી નગીડીના કાંડા પટ્ટાને લઈને અમ્પાયરો સાથે લાંબી દલીલને કારણે નબીને આર્થિક નુકસાન થયું છે. ICC એ બુધવારે અમદાવાદમાં રમાયેલી ગ્રુપ D મેચ…
ભારતીયો વિદેશ જવા માગતા નથી? બે વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 31% નો ઘટાડો વિદેશમાં ભારતીયો: ઘણા દેશો વિદેશમાં અભ્યાસ કરવા માટે લોકપ્રિય છે. જોકે, ભારતીયો હવે આ દેશોમાં અભ્યાસ કરવાનું વધુને વધુ અપ્રિય શોધી રહ્યા છે. સરકારી ડેટા આ વાતની પુષ્ટિ કરે છે ભારતીયોમાં વિદેશમાં અભ્યાસ કરવાનો ખૂબ જ ક્રેઝ રહ્યો છે. પરંતુ ધીમે ધીમે આ ક્રેઝ ઓછો થઈ રહ્યો છે અને હવે ભારતીયો વિદેશમાં અભ્યાસ કરવા જવા માંગતા નથી. અમે આ વાત પોતાની જાતે નથી કહી રહ્યા , પરંતુ સરકારી આંકડા પોતે જ તેની પુષ્ટિ કરે છે. અમેરિકા હોય કે બ્રિટન હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય , છેલ્લા…
તાનાશાહની લાડલી હવે બનશે બોસ!કિમ જાેંગ ઉને ૧૩ વર્ષની પુત્રીને બનાવી ઉત્તરાધિકારી.ઉત્તર કોરિયાના તાનાશાહ અને સર્વોચ્ચ નેતા કિમ જાેંગ ઉને પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે.ઉત્તર કોરિયાના તાનાશાહ અને સર્વોચ્ચ નેતા કિમ જાેંગ ઉને પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)એ કહ્યું છે કે, સર્વોચ્ચ નેતાએ પોતાની લગભગ ૧૩ વર્ષની પુત્રી ‘કિમ જૂ-એ’ને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી કિમ જૂ-એ પિતા સાથે અનેક મોટા કાર્યક્રમોમાં જાેવા મળી છે. કિમ જાેંગ ઉન તાજેતરમાં જ ચીનના બેઈજિંગની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમની સાથે પુત્રિ જૂ પણ જાેવા મળી હતી. NISએ અનેક ઉદાહરણોનો ઉલ્લેખ…
અફઘાન ક્રિકેટરને આ હરકત પડી ગઈ મોંઘી. ICCએ મોહમ્મદ નબીને તેની એક ભૂલની સજા ફટકારી.આઈસીસીએ મોહમ્મદ નબીને મેચ રેફરીની સૂચનાઓનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ફટકાર્યો છે.ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અફઘાનિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ D મેચ ડબલ સુપર ઓવરમાં ગઈ, જેમાં આફ્રિકન ટીમનો વિજય થયો. આ હારે અફઘાન ટીમને T20 વર્લ્ડ કપ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાને આરે લાવી દીધી છે. અફઘાનિસ્તાને હવે તેની બાકીની બંને ગ્રુપ મેચ જીતવી પડશે અને આ ગ્રુપની અન્ય મેચોના પરિણામો પણ તેના પક્ષમાં આવશે તો જ ફાયદો થશે. દક્ષિણ આફ્રિકા…
સમાજના એક વર્ગને બદનામ ના કરશો : સુપ્રીમ.ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ ઉપર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ.કોર્ટે નોટિસ જારી કરીને નિર્માતાઓને પૂછ્યું છે કે જાે તમે નામ બદલવા તૈયાર છો, તો તે નવું નામ શું હશે? તે અમને જણાવો.સુપ્રીમ કોર્ટે ગુરુવારે નેટફ્લિક્સ અને જાણીતા ફિલ્મમેકર નીરજ પાંડેની આગામી ઘૂસખોર પંડત ફિલ્મના શીર્ષક સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું છે કે, આ ફિલ્મને નવું નામ આપવા માટે તેમનો શું પ્રસ્તાવ છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, ઘણીવાર વિવાદ પેદા કરવા અને પબ્લિસિટી મેળવવા માટે આવા નામ પસંદ કરવામાં આવે છે. કોર્ટે મેકર્સની ઝાટકણી કાઢતા ટિપ્પણી કરી…
સૌથી મોટી ડિફેન્સ ડીલને DAC ની મંજૂરી.૧૧૪ નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત.આ સોદો અંદાજે રૂ.૩.૨૫ લાખ કરોડનો હોવાનું મનાય છે.ભારતની રક્ષણાત્મક શક્તિને નવી ઊંચાઈએ લઈ જવા માટે સંરક્ષણ મંત્રાલયે એક ઐતિહાસિક ર્નિણય લીધો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં ભારતીય વાયુસેના (IAF) માટે વધારાના ૧૧૪ રાફેલ ફાઇટર જેટની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદો અંદાજે રૂ.૩.૨૫ લાખ કરોડનો હોવાનું મનાય છે. ભારતીય વાયુસેનાને હાલમાં ૪૨ સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે માત્ર ૨૯ સ્ક્વોડ્રન જ કાર્યરત છે. જૂના થઈ રહેલા મિગ-૨૧ (MiG-21) વિમાનોને સેવામાંથી હટાવ્યા બાદ સર્જાયેલી અછતને પૂરવા માટે આધુનિક…
સુપ્રીમ કોર્ટે ગુસ્સાથી કહ્યું.RERA બંધ કરી દો, તે ફક્ત બિલ્ડરો માટે જ કામ કરે છે.કોર્ટે, RERA ની કામગીરીની ટીકા કરતા કહ્યું કે, તેને બંધ કરવું વધુ સારું રહેશે કારણ કે તે ડિફોલ્ટર બિલ્ડરોને જ મદદ કરે છે.સુપ્રીમ કોર્ટે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) ની કામગીરીની આકરી ટીકા કરતા કહ્યું કે, તેને બંધ કરવું વધુ સારું રહેશે કારણ કે તે હવે ફક્ત ડિફોલ્ટર બિલ્ડરોને જ મદદ કરે છે. હિમાચલ પ્રદેશમાં RERA ઓફિસના સ્થાનાંતરણ અંગેના એક કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે, રાજ્યોએ વિચાર કરવો જાેઈએ કે આ સંસ્થા RERA, જનતા માટે બનાવવામાં આવી છે કે બિલ્ડરો માટે. ગુરુવારે એક કેસની સુનાવણી…
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો.બાંગ્લાદેશની જેમ ભારતને પણ મળશે ઝીરો ટેરિફનો લાભ.ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે : કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ.ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતને એક પછી એક રાહતો મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા બદલાવ કરવામાં આવ્યા, જેમાં કેટલીક શરતોમાં છૂટ આપવામાં આવી અને હવે એક દિવસ પછી વધુ છૂટછાટો મળવાની અપેક્ષા જાેવા મળી રહી છે. આ સંબંધમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો છે. ગુરુવારે તેમણે કહ્યું કે, ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે, જે અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવતા કેન્દ્રીય…
એરપોર્ટ બાદ હવે અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ ઝડપાય.SOG રિવરફ્રન્ટ પરથી ૯.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે યુવકને ઝડપ્યો.અમદાવાદ શહેરમાં જે રીતે યુવાધન શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવાની લાલચે ડ્રગના વેપારમાં જાેડાઈ રહ્યું છે તે ચિંતાજનક છે.શહેરમાં ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજાનો વેપાર સતત વધતો જઈ રહ્યો છે ત્યારે એરપોર્ટ પર હેરોઈન અને ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ શહેર પોલીસ પણ એલર્ટ મોડમાં છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ પરથી એક પેડલરને ૯.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં રહેતો પરંતુ મૂળ રાજસ્થાનનો આ પેડલર બે સપ્લાયરો પાસેથી ડ્રગ લઈને અમદાવાદના પેડલરને ડિલિવરી આપવા માટે આવ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો છે.એસઓજીની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


