“જાગૃતિ માત્ર બાહ્ય સજાગતા સુધી મર્યાદિત નથી પરંતુ વિચારો-વ્યવહાર અને ભાવનાઓમાં પણ સભાન રહેવું આવશ્યક છે.” આ આધ્યાત્મિક સંદેશનું આહ્વાન કરતાં નિરંકારી સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે ૭૯મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના બીજા દિવસે ઉપસ્થિત વિશાળ માનવ પરિવારને સંબોધિત કર્યો હતો.
આ ચાર દિવસીય વાર્ષિક નિરંકારી સંત સમાગમમાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને ભક્તો એકત્રિત થયા છે. વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ સાથે જોડાયેલા આ વિશાળ માનવ પરિવારનું પ્રેમભર્યું મિલન સૌહાર્દ-સદભાવના અને વિશ્વબંધુત્વની અનોખી છબી પ્રસ્તુત કરી રહ્યું છે. સમાગમનું વાતાવરણ આધ્યાત્મિક ચેતના-ભક્તિ અને પરસ્પર પ્રેમની ભાવનાઓથી પરિપૂર્ણ છે.
સતગુરૂ માતાજીએ આધ્યાત્મિક ‘જાગૃતિ’ના વાસ્તવિક અર્થને સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે જાગૃતિ માત્ર બાહ્ય સજાગતા પૂરતી સીમિત નથી પરંતુ વ્યક્તિએ પોતાના વિચારો-વ્યવહાર અને ભાવનાઓ પ્રત્યે પણ સતત સભાન રહેવું જરૂરી છે.
ભક્તિનું મહત્વ સમજાવતાં સતગુરૂ માતાજીએ સમજાવ્યું હતું કે સાચી ભક્તિ કોઈ બાહ્ય ઓળખની મોહતાજ નથી પરંતુ પ્રેમ, વિનમ્રતા, સહનશીલતા અને સત્યને જીવનમાં અપનાવવાથી સાર્થક બને છે. સમયની સાથે જીવનશૈલીમાં થતા પરિવર્તનોને સ્વીકારતાં પણ સત્યને પોતાના જીવનનો આધાર બનાવી રાખવો જોઈએ.સત્સંગની સાર્થકતા ત્યારે જ છે જ્યારે ત્યાંથી પ્રાપ્ત થયેલી શિક્ષાઓને પોતાના આચરણમાં ઉતારવામાં આવે અને આત્મસુધારાની ભાવના સતત જળવાઈ રહે. સતગુરૂ માતાજીના સંબોધન પહેલાં નિરંકારી રાજપિતા રમિતજીએ દ્રષ્ટિહીન વ્યક્તિ અને ફાનસના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે માત્ર ગુરમુખનું બાહ્ય સ્વરૂપ ધારણ કરવું પૂરતું નથી પરંતુ જીવનમાં બ્રહ્મજ્ઞાન- પ્રેમ અને સમર્પણનો પ્રકાશ સતત જાગૃત રહેવો જોઈએ. સેવા-સુમિરણ અને સત્સંગના માધ્યમથી પોતાના વિચારો-ભાવનાઓ અને આચરણને સતત નિખારવાં એ જ સાચી આધ્યાત્મિક જાગૃતિ છે. આ પ્રસંગે ચિશ્તી ફાઉન્ડેશન દ્વારા સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજને ‘ગ્લોબલ પીસ ઍવોર્ડ’ વૈશ્વિક શાંતિ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યાં.
નિરંકારી પ્રદર્શનઃ જ્ઞાન-જાગૃતિ અને માનવકલ્યાણનો પ્રેરણાદાયી સંગમ..
સંત સમાગમમાં આધુનિક ટેકનોલોજી-આકર્ષક પ્રકાશ વ્યવસ્થા અને સર્જનાત્મક પ્રસ્તુતિઓથી સજ્જ નિરંકારી પ્રદર્શન શ્રદ્ધાળુઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા અને વિવિધ વયજૂથોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શનને ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.મુખ્ય પ્રદર્શન, બાળ પ્રદર્શન અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (એસ.એન.સી.એફ.)નું પ્રદર્શન. આ પ્રદર્શનમાં મિશનનો ઇતિહાસ, તેની આધ્યાત્મિક યાત્રા તથા સતગુરૂ માતાજી અને નિરંકારી રાજપિતાજીની માનવકલ્યાણ યાત્રાઓને આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે. ત્રણ વિશેષ નમૂનાઓ દ્વારા સમાગમના મુખ્ય વિષય ‘જાગૃતિ’ને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તુતિઓ આત્મચિંતન, આધ્યાત્મિક સમજણ અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવાની પ્રેરણા આપે છે.
બાળ પ્રદર્શનમાં બાળકોના માનસિક-ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ પર કેન્દ્રિત છે. રસપ્રદ પ્રસ્તુતિઓના માધ્યમથી સારા સંસ્કારો-નૈતિક મૂલ્યો અને જીવનોપયોગી શિક્ષાઓ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે જેથી બાળકો શિક્ષણની સાથે-સાથે માનવીય મૂલ્યોને પણ પોતાના જીવનમાં સ્થાન આપી શકે. એસ.એન.સી.એફ.પ્રદર્શનમાં સંત નિરંકારી મિશનની સામાજિક કલ્યાણ અને સમાજસુધારાને લગતી વિવિધ પ્રવૃત્તિઓને દર્શાવવામાં આવી છે. રક્તદાન, આરોગ્ય સેવાઓ, સામાજિક જાગૃતિ તથા સાદા અને સામૂહિક લગ્ન જેવા પ્રયાસો દ્વારા નિઃસ્વાર્થ સેવા-માનવતા અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપવામાં આવી છે.
આમ ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ આધ્યાત્મિક જાગૃતિ, માનવીય મૂલ્યો, પ્રેમ, ભક્તિ, એકત્વ અને નિઃસ્વાર્થ સેવાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનું પ્રેરણાદાયી માધ્યમ બની રહ્યો છે.
રીપોર્ટઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




