શેરબજારમાં દિવાળી પહેલાં તેજીનો ધમાકો સેન્સેક્સ ૨,૦૭૨ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ૨૪,૫૪૨ના સ્તરે બંધ બજારમાં આવેલા આ ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ. ૭.૩ લાખ કરોડનો વધારો થયો દિવાળીના તહેવાર પહેલાં ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે શેરબજારમાં જાેરદાર તેજી જાેવા મળી હતી. મ્જીઈનો સેન્સેક્સ ૨,૦૭૧.૭૮ પોઈન્ટના જંગી ઉછાળા સાથે ૭૯,૩૭૩.૧૮ના સ્તરે બંધ થયો હતો. જ્યારે BSE નો નિફ્ટી ૫૮૧.૬૦ પોઈન્ટ વધીને ૨૪,૫૪૨.૨૦ના સ્તરે પહોંચ્યો હતો. બજારમાં આવેલી આ તેજીને પગલે રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો. ગુરુવારના કારોબાર દરમિયાન બજારમાં ચારે તરફ ખરીદીનો માહોલ જાેવા મળ્યો હતો. મોટા શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી નોંધાઈ હતી. બજારમાં આવેલા આ ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ. ૭.૩ લાખ કરોડનો વધારો થયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આજના કારોબારમાં બેન્કિંગ, ફાઇનાન્સિયલ અને ઓટોમોબાઇલ સેક્ટરના શેરોમાં સારી ખરીદી જાેવા મળી હતી. બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અન્ય અગ્રણી કંપનીઓના શેરોમાં તેજી જાેવા મળી હતી. આ ખરીદીએ બજારને ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, વૈશ્વિક બજારોમાં સકારાત્મક માહોલ અને વિદેશી રોકાણકારોની ખરીદી જેવા પરિબળોએ ભારતીય શેરબજારને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત રોકાણકારોમાં આર્થિક પરિસ્થિતિ સુધરવાની આશાએ પણ ખરીદીનું પ્રમાણ વધાર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે આજે નોંધાયેલી મોટી તેજીએ રોકાણકારોને રાહત આપી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઉછાળાથી બજારમાં નવી આશા જાગી છે. જાેકે, બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને રોકાણકારોએ સાવચેતીપૂર્વક રોકાણ કરવું જરૂરી છે.




