નિફ્ટી ૨૫ હજારને પાર બંધ દિવાળી પહેલાં શેરબજારમાં બમ્પર તેજી સેન્સેક્સ ૧,૭૧૮ પોઇન્ટ ઉછળ્યો રોકાણકારોની ખરીદીથી બજારમાં ખુશીનો માહોલ, સેન્સેક્સ ૮૧,૦૨૮.૦૨ અને નિફ્ટી ૨૫,૦૩૦.૩૫ના સ્તરે બંધ થયા ભારતીય શેરબજારમાં શુક્રવાર, ૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ જાેરદાર તેજી જાેવા મળી હતી. વૈશ્વિક બજારોમાં નબળાઈ હોવા છતાં ભારતીય બજારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિવસના અંતે મ્જીઈ સેન્સેક્સ ૧,૭૧૮.૦૧ પોઇન્ટ એટલે કે ૨.૧૭ ટકાના ઉછાળા સાથે ૮૧,૦૨૮.૦૨ના સ્તરે બંધ થયો હતો. જ્યારે દ્ગજીઈ નિફ્ટી ૫૦ ૪૯૩.૭૫ પોઇન્ટ એટલે કે ૨.૦૧ ટકા વધીને ૨૫,૦૩૦.૩૫ના સ્તરે બંધ રહ્યો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની ખરીદીના જાેરે બજારમાં સતત તેજી જાેવા મળી હતી. સેન્સેક્સે ૮૧ હજારની મહત્ત્વપૂર્ણ સપાટી પાર કરી હતી. બીજી તરફ નિફ્ટીએ પણ ૨૫ હજારનો આંકડો વટાવીને મજબૂત ક્લોઝિંગ આપી હતી. બજારમાં ખાસ કરીને IT અને બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ખરીદી જાેવા મળી હતી. TCS, ઇન્ફોસિસ, HCL ટેકનોલોજી અને ટેક મહિન્દ્રા જેવા શેરોએ બજારને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત નાણાકીય ક્ષેત્રના શેરોમાં પણ રોકાણકારોનો રસ જાેવા મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૫ નવેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં રૂ.૧૪,૯૭૪.૬૮ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. વિદેશી રોકાણકારોની આ મોટી ખરીદીથી બજારના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. શુક્રવારની તેજી સાથે ભારતીય શેરબજારમાં સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં વધારો નોંધાયો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં આશરે ૮.૮ ટકા અને નિફ્ટીમાં આશરે ૮.૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં ટેકનોલોજી શેરોની નબળાઈ છતાં ભારતીય શેરબજારે મજબૂત દેખાવ કર્યો હતો. કાચા તેલના ભાવમાં ઘટાડો, વિદેશી રોકાણકારોની ખરીદી અને કંપનીઓનાં પરિણામોએ બજારને ટેકો આપ્યો હતો. આગામી દિવસોમાં પણ રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો અને બજારની દિશા પર રહેશે.




