અનીત પડ્ડાની જન્મદિવસે છલકાઈ લાગણીઓ ૨૪મા જન્મદિવસે અભિનેત્રી અનીત પડ્ડાની ભાવુક પોસ્ટે જીત્યાં દિલ અભિનેત્રી સ્વર્ગસ્થ દાદુની યાદમાં થઈ ભાવુક, પરિવાર અને ચાહકોના પ્રેમ બદલ માન્યો આભાર અભિનેત્રી અનીત પડ્ડાએ પોતાનો ૨૪મો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે ઉજવ્યો હતો. આ પ્રસંગે તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સાથે ભાવુક પોસ્ટ શૅર કરી હતી, જેમાં જન્મદિવસ સાથે જાેડાયેલી યાદો, સ્વજનોની ખોટ અને જીવનમાં મળેલા પ્રેમ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.અનીતે પોસ્ટની શરૂઆત કરતાં લખ્યું હતું, “જન્મદિવસમાં એવું કંઈક છે જે મને રડાવી દે છે.” તેણે જણાવ્યું કે આ દિવસ તેને જૂની યાદો, અધૂરી રહી ગયેલી વાતો, વ્યક્ત ન કરી શકેલી લાગણીઓ અને એવા લોકોની યાદ અપાવે છે, જેમની સાથે વધુ સમય વિતાવવાની ઇચ્છા છે. તેણે પોતાનાં સ્વર્ગસ્થ દાદુને યાદ કરતાં તેમની ગેરહાજરીમાં જન્મદિવસની ઉજવણી કરવી કેટલી મુશ્કેલ લાગે છે તે પણ વ્યક્ત કર્યું હતું. જાેકે, આ દિવસ તેને જીવનમાં મળેલા પ્રેમની પણ યાદ અપાવી ગયો. માતા-પિતાના ફોન, બહેનની ખાસ ભેટ અને બાળપણની મિત્રનો મેસેજ તેનાં માટે યાદગાર બન્યાં હતાં. નવા મિત્રો અને જીવનમાં નવા અનુભવો કરાવનારા લોકોનો પણ તેણે આભાર માન્યો હતો. ચાહકોને પોતાનો વિસ્તૃત પરિવાર ગણાવતાં અનીતે કહ્યું કે તેમના પ્રેમભર્યા સંદેશાઓથી તેની આંખો ભીની થઈ ગઈ હતી.૨૪મા વર્ષમાં પ્રવેશતાં અનીતે સ્વીકાર્યું કે ક્યારેક તે ભૂતકાળની યાદોમાં એટલી ખોવાઈ જાય છે કે વર્તમાનમાં પોતાની પાસે રહેલા પ્રેમ અને ખુશીઓની કદર કરવાનું ભુલી જાય છે. પોસ્ટના અંતે અનીતે જન્મદિવસને ખાસ બનાવનારા સૌનો આભાર માન્યો હતો.




