
ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઈઝીએ અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો રિલીઝ કરી છે. પહેલી ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ કાર્તિક આર્યનને તેની જગ્યાએ બીજી ફિલ્મમાં લેવામાં આવ્યો અને કાર્તિક આર્યન આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલી ‘ભૂલ ભૂલૈયા 3’માં પણ જોવા મળ્યો હતો. ફિલ્મના નિર્દેશક અનીસ બઝમીએ ચોથા હપ્તામાં અક્ષય કુમારની વાપસીની શક્યતા અંગે પ્રતિક્રિયા આપી છે.