
૧૭૦૦ ચોરસ ફૂટના ફલેટનો સોદો કર્યાે.પ્રીતિ ઝિન્ટાએ ૧૮ કરોડમાં મુંબઈનો ફલેટ વેચ્યો.પ્રીતિ ભારત ઉપરાંત અમેરિકામાં પણ પ્રોપર્ટી ધરાવે છે. આ ફ્લેટ સાથે ત્રણ પાર્કિગનો પણ સમાવેશ છે.પ્રીતિ ઝિન્ટાએ મુંબઇના પાલી હિલ વિસ્તારનો પોતાનો ૧૭૦૦ થી વધુ સ્કે.ફૂટનો ફ્લેટ ૧૮.૫ કરોડમાં વેચ્યો છે. આ ફલેટ બિલ્ડિંગના ૧૧મા માળ પર આવેલો હતો. તેણે આ ફલેટ ખરીદ્યો ન હતો. પરંતુ, આ ફ્લેટ તેને ૨૦૨૩માં બિલ્ડિંગના રિડવેલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરુપે મળ્યો હતો. પ્રીતિ ભારત ઉપરાંત અમેરિકામાં પણ પ્રોપર્ટી ધરાવે છે. આ ફ્લેટ સાથે ત્રણ પાર્કિગનો પણ સમાવેશ છે. આ ફ્લેટનું રજિસ્ટ્રેશન બીજી માર્ચના રોજ થયું હતું. જેના માટે ૧.૧૧ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચૂકવવામાં આવી હતી.




