
દુલકીર સલમાન અને રાણા દગુબાતીએ ૮ કલાકની શિફ્ટ પર વાત કરી.‘આ કોઈ ફેક્ટરી નથી કે તમે શૂટિંગ ૮ કલાકમાં કરી જ લો’.સિનેમા કોઈ નોકરી નથી, એ એક જીવન છે, તમે એમાં રહો કે બિલકુલ ન રહો, આ કોઈ ફેક્ટરી નથી કે તમે આઠ કલાકમાં શૂટ પૂરું કરી જ દો.જ્યારથી દીપિકા પાદુકોણે આઠ કલાકની શિફ્ટ મુદ્દે બે ફિલ્મ છોડી ત્યારથી ઇન્ડસ્ટ્રીમાં આ એક ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે હવે ફિલ્મ પ્રોડ્યુસર દુલકીર સલમાન અને રાણા દગુબાતીએ આ મુદ્દે પોતાના વિચારો કહ્યા છે. તેઓ બંને વિક્રમાદિત્ય મોટવાણે અને અર્ચના કલ્પતિ સાથે એક રાઉન્ડ ટેબલ ચર્ચામાં હાજર રહ્યા હતા.
દુલકીર સલમાને આ અંગે કહ્યું, “મલયાલમ સિનેમામાં અમે બસ કામ કરીએ છીએ. કાસ્ટ અને ક્રુને જ્યારે પેક અપ એવું સંભળાય ત્યારે તેઓ તાલીઓ પાડે છે, કારણ કે કોઈને ખબર હોતી નથી કે તેમની શિફ્ટ ક્યારે પુરી થશે. કારણ કે શૂટિંગનો દિવસ લાંબો કરવો કે વધારવો એ પ્રોડ્યુસરનો ભાર ઘણો વધારી દે છે. તેના બદલે બધાએ વધારે મહેનત કરવી જાેઈએ અને આગળના દિવસે જ પછીના દિવસનું કામ પૂરું થઈ જાય. હું જ્યારે કોઇને રજા આપવાનું કહું છું તો એ લોકો તો સામેથી તેમનું કામ પૂરું કરીને પછી જવાનો આગ્રહ રાખે છે.”તો આ વિશે રાણા દગુબાતીએ કહ્યું, “સિનેમા કોઈ નોકરી નથી, એ એક જીવન છે. તમે એમાં રહો કે બિલકુલ ન રહો. આ કોઈ ફેક્ટરી નથી કે તમે આઠ કલાકમાં શૂટ પૂરું કરી જ દો. આપણે આઠ કલાક બેસીને એક સારો સીન કરી શકીએ અથવા પચાસ કલાકમાં પણ કશું ન થાય એવું પણ થઈ શકે છે.” જ્યારે વિક્રમાદિત્ય મોટવાણેએ જણાવ્યું હતું કે યોગ્ય આયોજનથી કામના કલાકો ચોક્કસ ઘટાડી શકાય છે. તેણે કલાકારોની મરજી અને પારદર્શક કામની પણ તરફેણ કરી હતી. તેણે કહ્યું કે દરેકને પહેલાંથી લાંબા કલાકો વિશે ખબર હોવી જાેઈએ એ સ્થિતિ સર્વસ્વીકૃત હોવી જાેઈએ.




