
સેલિબ્રિટીઝને પણ નિશાને લીધા મારા મીડિયા સાથે સારા સંબંધો, જયા બચ્ચને પૈપરાજીને કહ્યા ઉંદર તેમના મુજબ, પૈપરાજી એ છે કે જેઓ મોબાઈલ ફોન લઈને કોઈપણ પ્રકારની પ્રાઈવસીની જગ્યાએ ઘૂસી શકે છે
જયા બચ્ચન પૈપરાજીને જાેઈને ભડકી જતા હોય છે. જેને લઈને તેમણે એક ઈવેન્ટમાં જવાબ આપ્યો છે. જયા બચ્ચને કહ્યું કે, મીડિયા સાથે મારા સારા સંબંધ છે. જ્યારે પૈપરાજી માટે એટલું સન્માન નથી. જયા બચ્ચને પૈપરાજીને ઉંદર કહ્યા હતા. તેમના મુજબ, પૈપરાજી એ છે કે જેઓ મોબાઈલ ફોન લઈને કોઈપણ પ્રકારની પ્રાઈવસીની જગ્યાએ ઘૂસી શકે છે. એરપોર્ટ પર ફોટો પડાવવા માટે જાણીજાેઈને પૈપરાજીને બોલાવતા સેલિબ્રિટીઝની પણ જયા બચ્ચને નિંદા કરી હતી.
જયા બચ્ચને કહ્યુ કે, મીડિયા સાથે મારા શાનદાર સંબંધ છે, હું મીડિયાની દેન છું. પરંતુ પૈપરાજી સાથે મારે કોઈ સંબંધ નથી. આ લોકો કોણ છે? શું તેઓ ભણેલા-ગણેલા ટ્રેન્ડ છે? શું તમે એને મીડિયા કહો છો? હું મીડિયામાંથી આવું છું, મારા પિતા પત્રકાર હતા. મારા અંદર અસલી મીડિયા માટે ઘણું માન છે.
પૈપરાજી વિશે વાત કરતાં તેમણે વધુમાં કહ્યું કે, પણ આ લોકો જે ગંદા, ટાઈટ પેન્ટ પહેરીને અને મોબાઈલ ફોન લઈને ફરતા હોય છે. તેઓ વિચારે છે કે ફક્ત મોબાઈલ ફોન હોવાથી કોઈનો પણ ફોટો લઈ શકે છે અને કંઈ પણ કહી શકે છે. તેઓ કેવા પ્રકારની વાતો કરે છે. આ લોકો ક્યાંથી આવે છે, તેમનું શિક્ષણ શું છે, તેમનું બેકગ્રાઉન્ડ શું છે? શું તેઓ આપણું પ્રતિનિધિત્વ કરશે? ફક્ત એટલા માટે કે તેઓ યુટ્યુબ કે અન્ય કોઈ સોશિયલ પ્લેટફોર્મ પર વીડિયોઝ પોસ્ટ કરી શકે છે?
જયાએ જણાવ્યું કે, તેમની દિલ્હીની એક સ્ટાફ મેમ્બરે કહેલું કે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી નથી. કારણ કે જયા બચ્ચન સોશિયલ મીડિયા પર સૌથી વધુ નફરત મેળવનાર માંથી એક છે. આ વાત પર જયાએ કહ્યું કે, મને ફર્ક પડતો નથી. જાે તમે મને નફરત કરો છો તો એ તમારો ર્નિણય છે. મારું માનવું છે કે, હું પણ તમને બિલકુલ પસંદ કરતી નથી. તમને લાગે છે કે, તમે ઉંદરની જેમ કોઈના પણ ઘરમાં મોબાઈલ ફોન લઈને ઘૂસી શકો છો.




