
કંગનાએ કહ્યું, મને દીપિકા પાસેથી ઘણું શીખવા મળ્યું વર્ષાે સુધી દીપિકાની ટીકા કર્યાં પછી કંગનાએ વખાણ કરતાં ચર્ચા ૨૦૨૦માં દીપિકાનાં જેએનયુ ખાતેનાં વિદ્યાર્થીઓને સમર્થન આપવાનાં પગલાં પર પણ કંગનાએ અસહમતિ વ્યક્ત કરી હતી કંગના રણૌત હાલ તેની ફિલ્મ ભારત ભાગ્ય વિધાતાના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું કે આજની પેઢીની હિરોઇન કઈ રીતે એકબીજાથી અસુરક્ષા અનુભવે છે અને એકબીજાંનાં વખાણ કરતી નથી. આ પ્રકારના માહોલ અને વાતાવરણને ટોક્સિક ગણાવતાં તેણે કહ્યું, તે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેણે પોતાનાં પ્રતિસ્પર્ધીઓ પાસેથી શીખવાની કોશિશ કરી હતી, આ મુદ્દે તેણે જણાવ્યું હતું કે દીપિકા પાસેથી તેને ઘણું શીખવા મળ્યું છે.કંગનાએ કહ્યું, “તે સમયે મને કંઈ ખબર નહોતી. હું મારી આસપાસના લોકો પાસેથી ઘણું શીખી. જે લોકોમાં મને સારી બાબતો જાેવા મળી, તેમાંથી મેં પ્રેરણા લીધી.”તેણે ખાસ કરીને દીપિકા પાદુકોણનું નામ લેતાં જણાવ્યું કે દીપિકા પાસેથી પણ તેણે ઘણી બાબતો શીખી છે. કંગનાએ કહ્યું, “દીપિકાનું સ્પોર્ટ્સનું બૅકગ્રાઉન્ડ હતું, જ્યારે હું વિજ્ઞાનનો અભ્યાસ કરતી હતી. મેં તેની પાસેથી સમજ્યું કે નિયમિત કસરત કરવાથી કેટલો ફાયદો થાય છે. મેં બીજા લોકો પાસેથી પણ શીખ્યું, જેમ કે પોતાને સારી રીતે પ્રસ્તુત કરવાની કળા. આજકાલ ખાસ કરીને યુવા પેઢીમાં ઘણી નકારાત્મકતા જાેવા મળે છે. આટલી નકારાત્મકતા સારી નથી. તે ટોક્સિક બની જાય છે અને તેને સાવચેતીપૂર્વક દૂર કરવાની જરૂર છે.” આ સિવાય કંગનાએ દીપિકાના આઠ કલાક કામ કરવાની વાત પર પણ સમર્થન આપ્યું હતું.ઇન્ટરવ્યુ દરમિયાન કંગનાએ માધુરી, કરિશ્મા, વહીદા રહેમાન, મીના કુમારી અને દીપિકાનું ઉદાહરણ આપતાં કહ્યું, “બીજી મીના કુમારી કે કરિશ્મા કપૂર આવનાની નથી. દરેક સમય અને યુગનો પોતાનો ચહેરો હોય છે. બીજી મધુબાલા, માધુરી દીક્ષિત, જૂહી ચાવલા કે દિવ્યા ભારતી પણ આવી નથી. એ જ રીતે બીજી દીપિકા પાદુકોણ પણ નથી. આપણે બધા આપણા-આપણા યુગનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.” જાેકે કંગના અને દીપિકા વચ્ચે અનેક મુદ્દાઓ પર અગાઉ મતભેદો પણ જાેવા મળ્યા છે. ૨૦૨૫માં ફિલ્મ પદ્માવત અંગે વાત કરતાં કંગનાએ જણાવ્યું હતું કે તેને પણ આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે પાત્રમાં પૂરતું મહત્વ ન લાગતાં ફિલ્મ નકારી દીધી હતી. તે પહેલાં ૨૦૨૨માં કંગનાએ દીપિકાની ફિલ્મ ગહેરાઇયાંની ટીકા કરી હતી, જ્યારે ૨૦૨૦માં દીપિકાનાં જેએનયુ ખાતેનાં વિદ્યાર્થીઓને સમર્થન આપવાનાં પગલાં પર પણ તેણે અસહમતિ વ્યક્ત કરી હતી.





