
કંગના રનૌત દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના હાલના તણાવપૂર્ણ સંબંધોને કારણે પડોશી દેશે આ નિર્ણય લીધો છે. ‘ઇમર્જન્સી’ ફિલ્મ ૧૯૭૫માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા ભારતમાં જાહેર કરાયેલી કટોકટી પર આધારિત છે.
‘ઇમર્જન્સી’ ૧૯૭૧ના બાંગ્લાદેશના સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન ભારતીય સેના અને ઇન્દિરા ગાંધીની સરકારની ભૂમિકા અને “બાંગ્લાદેશના પિતા” તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવેલા સમર્થનને દર્શાવે છે.