બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ને કારણે ચર્ચામાં છે. કંગના લાંબા સમયથી આ ફિલ્મની રિલીઝ માટે લડત ચલાવી રહી હતી. ‘ઇમરજન્સી’નું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદ ચાલી રહ્યો છે. આ કારણોસર તેની રજૂઆત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે ફેન્સ માટે એક મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે. કંગનાની ‘ઇમરજન્સી’ને સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.
કંગનાએ સારા સમાચાર આપ્યા
તેના X (Twitter) એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને, કંગના રનૌતે ચાહકોને સારા સમાચાર આપ્યા છે કે ‘ઇમરજન્સી’ને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. કંગનાએ X પર લખ્યું, ‘અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમને અમારી ફિલ્મ ઈમરજન્સી માટે સેન્સર સર્ટિફિકેટ મળ્યું છે, અમે ટૂંક સમયમાં રિલીઝ ડેટની જાહેરાત કરીશું. તમારી ધીરજ અને સમર્થન બદલ આભાર. આ પોસ્ટમાં કંગનાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. અભિનેત્રીની આ પોસ્ટ ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ઈમરજન્સીને લઈને શા માટે છે વિવાદ?
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ અગાઉ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ તેની રજૂઆત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ શીખ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. આ પછી જ ફિલ્મની રિલીઝને મોકૂફ રાખવામાં આવી હતી. શીખોનો આરોપ છે કે ફિલ્મમાં તેમના સમાજની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ આવ્યું હતું, ત્યારથી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો.