
તમને મજાક સુઝે છે ?.બોમન ઈરાનીના ટ્રમ્પની મજાકનાં વીડિયોથી અભિનેત્રી ભડકી.ઈરાનમાં વર્ષાેથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ફાંસી, ધરપકડ ચાલી રહી છે : મંદાના કરીમી.ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બોલિવૂડ અભિનેતા બોમન ઈરાની પોતાના પોસ્ટ કરેલા એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ‘ઈરાનીઓ’ના સાથે સંપર્કમાં છે અને શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. આ નિવેદન પછી ટ્રમ્પને ટ્રોલનો સામનો કરવો પડ્યો.આ બધા વચ્ચે એક વાઈરલ પોસ્ટ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પ કદાચ અણા ઈરાની, સ્મૃતિ ઈરાની અને બોમન ઈરાની જેવી ભારતીય હસ્તીઓનો ઉલ્લેખ કરી રહ્યા હશે! હવે, બોમન ઈરાનીએ આ બાબતે રિએક્શન આપ્યું છે.
જેના પર મંદાના કરીમીએ પલટવાર કર્યાે છે. બોમન ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કહ્યું કે, ‘તમે જાણતા હશો કે ટ્રમ્પ ઈરાનીઓ સાથે વાત કરવા માંગે છે. હાલમાં ત્રણ વ્યક્તિઓ સાથે વાતચીત ચાલી રહી છે, જેમાં સ્મૃતિજી, અણા ઈરાની અને મારી સાથે. હું મારા માટે તૈયાર છું. અમે દેશ માટે કંઈ પણ કરવા તૈયાર છીએ.જાે કે, હું વોશિંગ્ટન નહીં જાઉં. હું તેમને મુંબઈની દાદર પારસી કોલોનીમાં આવવાનો પ્રસ્તાવ મૂકું છું, જ્યાં અમે તેમને ધનશાક અને કસ્ટર્ડ ખવડાવીશું. જાે તેઓ એક ગેસ સિલિન્ડર લઈને આવે તો મને લાગે છે કે આપણું જીવન સરળ બની જશે.’બોમન ઈરાનીનો આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને ફરહાન અખ્તર, સોની રાઝદાન અને પૂનમ પાંડે સહિત ઘણી સેલિબ્રિટીઓએ તેને પસંદ કર્યાે છે. પરંતુ દરેકને આ મજાકની સારો ન લાગ્યો. વીડિયોને લઈને અભિનેત્રી મંદાના કરીમીએ નારાજગી વ્યક્ત કરી છે.મંદાનાએ કહ્યું કે, ‘વર્ષાેથી ઈરાનમાં લોકો મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ધરપકડ, ફાંસી આ બધુ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિને જાેતાં આ મુદ્દા પર મજાક કરવી એ યોગ્ય સમય નથી. આટલા વર્ષાેથી આ બધું થઈ રહ્યું હતું ત્યારે લોકો શા માટે ચૂપ હતા અને હવે અચાનક તેના હ્યુમર કેમ કરવામાં આવી રહ્યો છે.’





