ઓટીટી પસંદગીની આઝાદી આપી હવે માત્ર મનગમતા પ્રોજેક્ટ્સ જ પસંદ કરું છું : આદિલ હુસૈન હું નેટફ્લિક્સ ઇન્ડિયાની સૌથી મોંઘી સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગર’નો ભાગ છું અને તેના માટે મને સારી રકમ મળી
જાણીતા અભિનેતા આદિલ હુસૈને જણાવ્યું છે કે OTT પ્લેટફોર્મ્સના વધતા પ્રભાવને કારણે તેમને આર્થિક સ્થિરતા મળી છે, જેના પરિણામે હવે તેઓ માત્ર એવા જ પ્રોજેક્ટ્સ પસંદ કરે છે જે તેમના વ્યક્તિગત સિદ્ધાંતો સાથે મેળ ખાતા હોય. તેમણે કહ્યું કે હવે તેમને માત્ર મોટી ફી માટે ફિલ્મો સ્વીકારવાની જરૂરિયાત રહી નથી.સ્ક્રીન સાથેની વાતચીતમાં આદિલ હુસૈને જણાવ્યું કે ફિલ્મો, આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને OTT પર સતત કામ મળવાને કારણે તેઓ કારકિર્દી દરમિયાન સતત વ્યસ્ત રહ્યા છે અને આ જ કારણે તેઓ હવે વધુ પસંદગીપૂર્વક કામ કરી શકે છે.તાજેતરના પોતાના પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં તેમણે કહ્યું, “હું નેટફ્લિક્સ ઇન્ડિયાની સૌથી મોંઘી સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગર’નો ભાગ છું અને તેના માટે મને સારી રકમ મળી. ૨૪ જુલાઈએ રિલીઝ થનારી ‘મુસાફિર કેફે’ માટે પણ મને સારું વળતર મળ્યું.”તેમણે ઉમેર્યું, “જ્યારે હું કહું છું કે મને સારી રકમ મળી, ત્યારે કદાચ અન્ય કલાકારોની સરખામણીએ તે ઓછી હોય. પરંતુ મેં મારું જીવન એવી રીતે ગોઠવ્યું છે કે હું તેનાથી આરામથી જીવન જીવી શકું. આ બાબતે હું ખૂબ ખુશ છું.”આદિલે વધુમાં જણાવ્યું કે તેઓ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ જેવી ફિલ્મમાં કોઈપણ સંજાેગોમાં કામ નહીં કરે. તેમણે કહ્યું, “મને ૧૦૦ કરોડ કે ૨૦૦ કરોડની ઓફર કરવામાં આવે તો પણ હું આવી ફિલ્મનો ભાગ નહીં બનું.”તેમના આ નિવેદન બાદ સંદીપ રેડ્ડી વાંગાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા આપતાં આદિલ પર નિશાન સાધ્યું હતું. વાંગાએ દાવો કર્યાે હતો કે “‘કબીર સિંહ’એ આદિલની કારકિર્દીને તેમની અનેક સ્વતંત્ર ફિલ્મો કરતાં વધુ ફાયદો પહોંચાડ્યો છે.”તેમની આગામી ફિલ્મોની વાત કરીએ તો આદિલ હુસૈન હવે પદ્મકુમાર નરસિંહમૂર્તિની સ્વતંત્ર ફિલ્મ ‘મેક્સ, મિન મીઓવ્ઝ્કી’માં જાેવા મળશે, જે ૨૪ જુલાઈએ સિનેમાઘરોમાં આ ઉપરાંત તેઓ વિક્રાંત મેસીનીત અને નેટફ્લિક્સ સિરીઝ ‘મુસાફિર કેફે’માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારબાદ તેઓ ‘ઓપરેશન સફેદ સાગર’માં એર માર્શલ વિનોદ પટણીના પાત્રમાં જાેવા મળશે. આ પિરિયડ વોર ડ્રામા ૭ ઓગસ્ટથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.





