અર્જુન અને રશ્મિકા મંડન્નાની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’ને માત આપી છે. હવે ‘પુષ્પા 2’ પહેલા માત્ર બે જ ફિલ્મો છે – ‘દંગલ’ અને ‘બાહુબલી 2’. આવો તમને જણાવીએ કે આ બંને ફિલ્મોને પછાડવા માટે ‘પુષ્પા 2’ને કેટલા કરોડ રૂપિયા કમાવવા પડશે.
ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન
અહેવાલ મુજબ, ‘પુષ્પા 2’ એ 18 દિવસમાં તેલુગુમાં 307.8 કરોડ રૂપિયા એકત્ર કર્યા; હિન્દીમાં 679.65 કરોડ; તમિલમાં 54.05 કરોડ; તેણે કન્નડમાં રૂ. 7.36 કરોડ અને મલયાલમમાં રૂ. 14.04 કરોડ એકત્ર કર્યા છે. ફિલ્મની કુલ કમાણીની વાત કરીએ તો ‘પુષ્પા 2’ એ ભારતીય બોક્સ ઓફિસ પર 1062.9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
ફિલ્મનો વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ રિપોર્ટ
અલ્લુ અર્જુનની ફિલ્મે 18 દિવસમાં વિશ્વભરના બોક્સ ઓફિસ પરથી 1600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. IMDbના રિપોર્ટ અનુસાર, આમિર ખાનની ‘દંગલ’નું વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન 2070.3 કરોડ રૂપિયા છે અને પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી 2’ એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પરથી 1742.3 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.