૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં શો પ્રસારિત થયેલો આર માધવન ‘જીના ઇસી કા નામ હૈ’ ઓટીટી પર કરશે વાપસી ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’માં દિવંગત અભિનેતા ફારુખ શેખની જગ્યા હવે અભિનેતા આર. માધવન સંભાળશે એક સમયનો લોકપ્રિય સેલિબ્રિટી ટોક શો ‘જીના ઇસી કા નામ હૈ’ હવે નવા અંદાજમાં ઓટીટી પર વાપસી કરવા જઈ રહ્યો છે. ઝી૫ પર આવનારા ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’માં દિવંગત અભિનેતા ફારુખ શેખની જગ્યા હવે અભિનેતા આર. માધવન સંભાળશે.૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ઝી ટીવી પર પ્રસારિત થયેલા આ શોમાં ફારુખ શેખ ફિલ્મી હસ્તીઓને આમંત્રિત કરીને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનનાં અજાણ્યા પાસાઓ દર્શકો સમક્ષ લાવતા હતા. તેમની સરળ અને લાગણીસભર વાતચીતને કારણે આ શો દર્શકોમાં ખૂબ લોકપ્રિય બન્યો હતો. શોનું સંચાલન સંભાળવા અંગે આર. માધવને જણાવ્યું કે સોશિયલ મીડિયાના યુગમાં પણ આ કાર્યક્રમ એટલો જ પ્રાસંગિક છે. તેમણે કહ્યું, “આજે આપણે જે લોકોને પસંદ કરીએ છીએ તેમનાં જીવન વિશે ઘણી માહિતી સરળતાથી મળી જાય છે. તેઓ શું કરે છે, ક્યાં જાય છે અને શું શેર કરે છે તે બધું ખબર હોય છે, પરંતુ તેઓ ખરેખર કોણ છે તે બહુ ઓછું જાણવા મળે છે. એ જ કારણ છે કે ‘જીના ઇસી કા નામ હૈ’ આજે પણ એટલો જ પ્રાસંગિક છે.”માધવને વધુમાં ઉમેર્યું, “ફારુખ શેખે આ કાર્યક્રમ દ્વારા નિખાલસ અને માનવીય સંવાદ માટે એક અનોખો મંચ ઊભો કર્યાે હતો, જ્યાં સેલિબ્રિટીની જાહેર છબી પાછળનો સાચો માણસ જાેવા મળતો હતો. આવા વારસાગાથાને આગળ વધારવો મારા માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે. અમારી કોશિશ રહેશે કે મૂળ શોના આત્માને જાળવી રાખીને તેને આજના દર્શકો સાથે જાેડીએ.”માધવને નવી સીઝન વિશે સંકેત આપતાં જણાવ્યું કે આ વખતે કાર્યક્રમમાં એવા મહાનુભાવો અને દિગ્ગજાેને આમંત્રિત કરવામાં આવશે જેમણે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. તેણે કહ્યું, “આ સીઝનમાં અમે એવી અસાધારણ વ્યક્તિઓને રજુ કરીશું, જેમની સફળતા પાછળની મહત્વની ક્ષણો, સંબંધો અને અજાણી કહાનીઓ દર્શકો સુધી પહોંચાડવામાં આવશે. દરેક સિદ્ધિ અને દરેક હેડલાઇન પાછળ એક માનવીય કહાની છુપાયેલી હોય છે અને એ જ કહાનીઓ લોકોના મનમાં લાંબા સમય સુધી જીવંત રહે છે.” ઝી૫એ પોતાની આગામી કન્ટેન્ટ સ્લેટમાં ‘જીના ઇસી કા નામ હૈ ૨.૦’ની સત્તાવાર જાહેરાત કરી છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ, આ શો માત્ર મહેમાનોની ઉપલબ્ધિઓ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેમની જીવનયાત્રાનાં નિર્ણાયક પ્રસંગો, સંબંધો અને અજાણી કહાનીઓ પર પણ પ્રકાશ પાડશે. જાેકે, શોની સ્ટ્રીમિંગની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.





