
શ્રીલીલાએ કહ્યું કે ઇચ્છાશક્તિ અને ધીરજથી બધું જ શક્ય છે શ્રીલીલાએ વ્યસ્ત અભિનેત્રી હોવા છતાં એમબીબીએસ પૂર્ણ કરવા અંગે ખુલાસો કર્યાે તાજેતરમાં શ્રીલીલાએ પોલિટિકલ ડ્રામા ફિલ્મ પરાસક્તિ સાથે તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું, જેમાં તેણે તેલુગુ બોલતી કોલેજ છોકરીનું પાત્ર ભજવ્યું તાજેતરમાં શ્રીલીલાએ પોતાના નામ સાથે એક નવી ઓળખ ઉમેરેલી છે. તે એક લોકપ્રિય અભિનેત્રી છે, જેણે તેલુગુ સિનેમાના મોટા કલાકારો સાથે કામ કર્યું છે, તેણે તાજેતરમાં એમબીબીએસ ડિગ્રી પણ મેળવી છે.
મેડિકલ અભ્યાસ અને ફિલ્મ કારકિર્દી વચ્ચે સંતુલન જાળવવું સહેલું નહોતું. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેણે વર્ષાે સુધી પુસ્તકો અને ફિલ્મ સેટ વચ્ચે સંતુલન જાળવ્યું હતું.તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાતચીતમાં, શ્રીલીલાએ આ સંઘર્ષ વિશે ખુલાસો કર્યાે. તેણે જણાવ્યું કે એકસાથે બે મોટા કામ સંભાળવા માટે ખૂબ જ “ઇચ્છાશક્તિ અને ધીરજ” જરૂરી છે. તેણે કહ્યું કે વ્યક્તિમાં બે અલગ દુનિયામાં પોતાનું ધ્યાન વહેંચવાની ક્ષમતા હોવી જાેઈએ. તેણે સ્વીકાર્યું કે કેટલીક વખત તેને લાગતું હતું કે તે “પાગલ થઈ રહી છે”, છતાં પણ તેણે “બન્ને કામનો આનંદ લીધો”.શ્રીલીલાએ કહ્યું કે તેને ડૉક્ટર કહેવાવું ખૂબ ગમે છે અને તેને પોતાનાં વિષયો પ્રત્યે પણ રસ છે. તેઓ પોતાનાં ખાલી સમયનો મોટાભાગનો ભાગ અભ્યાસમાં પસાર કરે છે.અભ્યાસ દરમિયાન પણ તેની ફિલ્મ કારકિર્દી જાેરશોરથી આગળ વધી રહી હતી. તાજેતરમાં તેણે પોલિટિકલ ડ્રામા ફિલ્મ પરાસક્તિ સાથે તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું, જેમાં તેણે તેલુગુ બોલતી કોલેજ છોકરીનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મનું ડિરેક્શન સુધા કોંગારાએ કર્યું હતું અને તેમાં તે શિવકાર્તિકેયન સાથે જાેવા મળી હતી.તે ઉપરાંત, તે પવન કલ્યાણ સાથે હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ ઉસ્તાદ ભગત સિંહમાં પણ જાેવા મળી, જેમાં તેણે મુખ્ય નાયિકાનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મનું ડિરેક્શન હરિશ શંકરે કર્યું છે.





