(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના રિપોર્ટના આધારે વિદ્યાર્થીઓની આત્મહત્યાના ચિંતાજનક બનેલા આંકડાઓએ દેશના યુવાધન સહિત સમગ્ર પરિવારોને વિચારતા કરી દીધા છે. NCRB ના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ સુધી એમ ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જ્યારે પેપર લીક સહિતની ઘટનાઓ રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહયા હોવાનો પણ આક્ષેપ સરકાર પર થઈ રહ્યો છે. જેથી પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓમાંથી દૂર કરવા કાઉન્સિલિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.
એક બાજુ શિક્ષણનું ખાનગીકરણ, પરીક્ષાનો ડર હોવાથી નિષ્ફળ જવાના ભયમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા ની ઘટનાઓમાં વધારો થતો હોવાની પણ ચિંતાઓ જતાવાઈ રહી છે. બીજી બાજુ દેશમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૨ જેટલા પેપરલીક થયા હોવા ઉપરાંત સરકાર નિષ્ફળ ગઈ હોવાના પણ આક્ષેપ સરકાર પર થઈ રહ્યા છે. આમ NCRB ના રિપોર્ટના આધારે વર્ષ ૨૦૨૨ માં ૭૧૧, વર્ષ ૨૦૨૩ માં ૬૨૦ અને વર્ષ ૨૦૨૪ માં ૫૬૮ જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોતા આત્મહત્યા
નો દર બે દિવસે ત્રણ વિદ્યાર્થી જીવન ટૂંકાવી રહ્યા છે.
એક તરફ શિક્ષણનું વ્યાપારીકરણ અને બીજી તરફ એક્ટ લાવવાની વાત કરવામાં આવે છે. પરંતુ એક્શન લેવાની વાત સરકાર ધ્વારા કરવામાં આવતી નથી. દરેક રાજ્યોમાં કોચિંગ કલાસના નામે જે લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે તેના પર પણ રોક લગાવવી જોઈએ. આમ અધધ?? થઈ રહેલી વિદ્યાર્થીઓની આત્મહત્યા એ સરકાર માટે આત્મમંથન કરવાનો સમય છે.





