
ગુજરાતના બનાસકાંઠામાં માર્ગ અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા છે. આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિરથી પરત ફરી રહેલી ખાનગી બસ પલટી જતાં ત્રણ લોકોના મોત થયા હતા અને 30 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
3ના મોત, 9 લોકોની હાલત ગંભીર છે
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, જિલ્લા એસપી અક્ષય રાજે પહેલા કહ્યું હતું કે ચાર મુસાફરોના મોત થયા છે, બાદમાં તેમણે આંકડા સ્પષ્ટ કર્યા અને કહ્યું કે આ ઘટનામાં માત્ર ત્રણ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે 9 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે 25 અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.