
ભાજપ પર વોટ ચોરીનું ષડયંત્ર રચ્યાનો આક્ષેપ.જીૈંઇ પ્રક્રિયામાં ગડબડ કરવાનો કોંગ્રેસનો આરોપ.કોંગ્રેસે દાવો કર્યો છે કે ભાજપ ફોર્મ નં. ૭નો દુરુપયોગ કરી સાચા મતદારોના નામ કાપી રહી છે.ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડ્યા બાદ ચાલી રહેલી સુધારણા પ્રક્રિયામાં મોટા પાયે ગડબડ થઈ હોવાનો કોંગ્રેસે ગંભીર આરોપ મૂક્યો છે. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભાજપ સુનિયોજિત રીતે સાચા મતદારોના નામ કાપવા માટે ફોર્મ નં. ૭નો દુરુપયોગ કરી રહી છે. તેમણે આ સમગ્ર ઘટનાને લોકશાહી પર ઘા સમાન ગણાવી.
શૈલેષ પરમારે જણાવ્યું કે રાહુલ ગાંધી પહેલેથી કહી ચૂક્યા છે કે “ભાજપ વોટ ચોરી કરીને સત્તામાં આવે છે”, અને ગુજરાતમાં આજકાલ ચાલી રહેલી પ્રક્રિયા એનો જીવંત પુરાવો છે. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ મ્ન્ર્ં અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ આ પ્રક્રિયામાં જાેડાયેલા છે, પરંતુ તેનો દુરુપયોગ કરીને ભાજપે ચોક્કસ બૂથોને નિશાન બનાવ્યા છે.
કોંગ્રેસનો આક્ષેપ છે કે કલેક્ટર કચેરી મારફતે છઇર્ંને ફોર્મ નં. ૭ના બંચ આપવામાં આવ્યા, જે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે વપરાય છે. ખાસ કરીને જ્યાં કોંગ્રેસના પ્રતિબદ્ધ મતદારો વધુ છે એવા બૂથોમાં કીટ બનાવી ખોટી રીતે ફોર્મ ભરવામાં આવ્યા. અનેક ફોર્મોમાં વિગતો કમ્પ્યુટર ટાઇપ કરીને અંગ્રેજીમાં ભરવામાં આવી છે, જ્યારે હસ્તલિખિત નોંધો ગુજરાતીમાં છે, જેનાથી સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ બને છે. બાપુનગર વિધાનસભા વિસ્તારમાં અનેક મતદારોના ચૂંટણીકાર્ડના આધારે વાંધા ઉઠાવવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. કોંગ્રેસે દાવો કર્યો કે અનીતાબેન હાર્દિકભાઈ મોદી નામની વ્યક્તિ દ્વારા અન્ય લોકોના કાર્ડનો ઉપયોગ કરી વાંધા અરજી કરાઈ છે, અને તેઓ ભાજપના કાર્યકર હોવાનું સ્પષ્ટ છે. “ખોટું કરવા ગયા અને રંગે હાથ પકડાઈ ગયા,” એવો આકરો પ્રહાર ઇમરાન ખેડાવાલાએ કર્યો.
વિપક્ષે માંગ કરી છે કે ચૂંટણી પંચ ૧૮૨ વિધાનસભા બેઠકો મુજબ તમામ કલેક્ટરો પાસેથી વિગતવાર અહેવાલ મંગાવે. ફોર્મ નં. ૭ દ્વારા વાંધા ઉઠાવનાર દરેક વ્યક્તિને બોલાવી તેની સત્યતા ચકાસવામાં આવે. જાે ખોટી માહિતી આપીને મતદારનું નામ કાપવાનો પ્રયાસ થયો હોય તો જવાબદાર લોકો સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી થવી જાેઈએ.
કોંગ્રેસે આ મામલે રાજ્ય ચૂંટણી કમિશનર હરિત શુક્લને લેખિત રજૂઆત પણ કરી છે. પાર્ટીનું કહેવું છે કે ભાજપને આવનારી વિધાનસભા ચૂંટણીમાં હારનો ભય સતાવી રહ્યો છે, તેથી આ પ્રકારનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ લોકશાહીની મૂળ ભાવનાને ખંડિત કરવાનો પ્રયાસ છે.
શૈલેષ પરમારે અંતમાં સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ ખોટા વાંધા ઉપાડનાર તમામ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવશે અને કાયદાકીય લડાઈ લડશે. “એક પણ સાચા મતદારનો અધિકાર છીનવાઈ નહીં દેવામાં આવે,” એવો સંકલ્પ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે.




