સમાચાર માધ્યમોમાં AAPના નેતાઓના નામે પ્રસારિત થઈ રહેલ કથિત ઓડિયો બાબતે AAP પ્રવક્તા યોગેશ જાદવાણીએ સ્પષ્ટતા અને ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મીડિયામાં આજે આમ આદમી પાર્ટી વિરુદ્ધના એક સમાચાર ચાલી રહ્યા છે, એ મુદ્દે હું મીડિયા સમક્ષ ખુલાસા કરવા માગું છું. ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના લોકોના નામે એક ઓડિયો ક્લિપ બનાવવામાં આવી અને ભાજપ તરફી ન્યૂઝ ચેનલને આપીને એને ચલાવવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીને એનકેન પ્રકારે બદનામ કરો, એમ કહેવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. ઓડિયોમાં જે વાતચીત થઈ રહી છે એ નેચરલી વાતચીત થઈ રહી હોય એવું લાગતું નથી. 1000% ના દાવા સાથે હું કહીશ કે AI જનરેટેડ ઓડિયો છે. એમાં વાતચીતના સંવાદ એ રીતે બનાવવામાં આવ્યા છે કે “ગુજરાતમાં હાર્દિક પટેલ પછી પાર્ટ ટુ શરૂ કરવામાં આવે, ગુજરાતમાં અશાંતિ સર્જાય, ગુજરાતમાં વાતાવરણ ડોહળાય અને હિંસા થાય” આ પ્રકારની ઓડિયોની વાતો ચેનલો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. તો મીડિયાના મિત્રોને હું જણાવવા માંગુ છું કે ગોદી મીડિયા બનવાની કોશિશ ન કરો. જે ફેક વિડીયો બનાવવામાં આવ્યો છે એને ચલાવીને ભાજપ માટે સારા બનવાની કોશિશ પણ ન કરતા. સત્યતા તપાસી અને યોગ્ય અને ન્યાયિક રીતે પત્રકારિતા થાય અને લોકો સમક્ષ સત્ય જાય એ પ્રકારની પત્રકારિતા કરવામાં આવી એવું અમારું કહેવું છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, જે પણ ચેનલે આ ઓડિયો ચલાવ્યા હોય એમને પણ કહેવા માંગે છે કે તમે ભાજપના દબાણમાં આ ઓડિયો ચલાવ્યા હોય પરંતુ હવે તમે તમારા પ્લેટફોર્મ પરથી આ ઓડિયોને ડીલીટ કરાવી દેજો. નહીંતર આમ આદમી પાર્ટી દ્વારા આપના વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે, જે તમને નહીં ગમે અને તમે અમારા એન્ટી બની જશો. અને જે લોકો ભાજપના દબાણથી આ ચલાવવાના છે એમને પણ કહી દેવા માંગીએ છીએ કે આ ખોટો અને AI જનરેટેડ ઓડિયો છે તો આ બાબતે અમે લીગલ એક્શન લઈશું. અમે નાની પાર્ટી છીએ અને ભાજપની સત્તામાં કોઈને ભાજપનો સાથ સહકાર હોય તો એમને કશું ન થાય એવું ન હોય. કોઈએ પણ ન્યાય પ્રક્રિયાનો ભાગ ન બનવું પડે એ માટે અમે વિનંતી કરીએ છીએ કે ખોટી રીતે અમારી પાર્ટીને કે અમારા નેતાઓને બદનામ કરવા માટે ભાજપ જે મટીરીયલ આપે છે એ મટીરીયલને ન ચલાવશો. જે કંઈ પણ સત્ય હોય એ ચલાવવા માટે આપ તમામ લોકો સ્વતંત્ર છો પરંતુ આ જે ઓડિયો ક્લિપ છે એ કોઈ પણ હિસાબે સાચી નથી. તો આપ લોકો ભાજપની કોઈ ચાલમાં આવશો નહીં અને વ્યુ મેળવવાની કોશિશમાં કે આમ આદમી પાર્ટી પર ભડાસ કાઢવા કે ભાજપનું સારું બનવા માટે આ રીતની પત્રકારિતા ન કરતા અને ખોટા ઓડિયો ચલાવીને આમ આદમી પાર્ટીને ખોટી રીતે બદનામ ન કરો, એવી વિનંતી છે.





