ભગવાન પર ટ્રસ્ટનો નહીં, ભક્તોનો અધિકાર સાળંગપુર હનુમાનજી દાદાના ટ્રેડમાર્ક અને કોપિરાઈટને લઈને ભારે વિવાદ સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેના પર માલિકીનો દાવો કરી શકે નહીં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં ૫૪ ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર‘ ની પ્રતિમા અને મંદિરના ગર્ભગૃહમાં આવેલી કષ્ટભંજન દેવની મૂર્તિને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક ના સર્ટિફિકેટ આરક્ષિત કરાયા છે. સારંગપુર ટ્રસ્ટના કષ્ટભંજન દેવ અને હનુમાનજી દાદાના પ્રતીકોના ટ્રેડમાર્ક લેવાના ર્નિણય સામે હવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને અનેક સનાતન સંસ્થાઓએ આકરો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ સારંગપુર ટ્રસ્ટના આ ર્નિણયથી હિન્દુ ભક્તોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બ્રહ્મ સમાજે સાળંગપુર ટ્રસ્ટના ર્નિણયને સનાતન ધર્મના મૂળ તત્વો વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે સનાતન પરંપરા અને ધાર્મિક વારસાના સંરક્ષણની માંગ કરી છે. આ મામલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું કે, “ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ એક ટ્રસ્ટનો એકાધિકાર નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે, સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેના પર માલિકીનો દાવો કરી શકે નહીં.
આ મામલે અખિલેશ્વરદાસ બાપુએ કહ્યું કે, “ભગવાનનો કોઈ કોપિરાઈટ થાય નહીં, ભગવાન મહાદેવ, શ્રીરામ, શ્રીકૃષ્ણ આપણા જે ઉપાસક છે, ક્યારેય કોઈ ઉપાસનામાં કોપિરાઈટ હોઈ જ ન શકે અને ચારેય યુગોમાં હનુમાનજી છે. એટલે કોપિરાઈટ જે કર્યું છે, તેની હું તદન નિંદા કરું છું અને કડક શબ્દોમાં વખોડી કાઢું છું.”
આ અંગે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું પણ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, સનાતમ ધર્મ કોઈની જાગીર નથી, એ સંપ્રદાય વારંવાર વિખવાદોમાં આવે છે. ભૂતકાળમાં આ જ મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના સેવક બતાવ્યા હતા અને સનાતમ ધર્મના લોકોએ જ્યારે ઉગ્ર વિરોધ કર્યો હતો, ત્યારે એ લોકોએ આ પ્રતિમાઓને ત્યાંથી હટાવવી પડી હતી. હવે હનુમાનજીની પ્રતિકૃતિના કોપિરાઈટ લીધા છે. કષ્ટભંજન અને સંકટમોચન નામ છે, જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિદાદા વિઘ્નહર્તા શાસ્ત્રોમાં લખેલું છે, આ બધા નામનો કોપિરાઈટ કેવી રીતે હોઈ શકે? તેમણે કહ્યું કે, ‘કિંગ ઓફ સાળંગપુર‘માં સાળંગપુર પણ એક શહેર છે, તો એક શહેરનું નામ કેવી રીતે કોપિરાઈટ કરી શકે?
તેમણે કહ્યું કે, અમે વર્લ્ડ બ્રાહ્મણ એજ્યુકેશન અને અન્ય સનાતની સંસ્થાઓએ ભેગા મળીને આનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં અમે સાળંગપુર પણ જઈશું, ત્યાંના લોકોને પહેલા સમજાવીશું કે આ ટ્રેડમાર્ક અને કોપિરાઈટ પાછો ખેંચી લે, નહીં તો અમે ચેરિટી કમિશનર, ટ્રેડ માર્ક રજિસ્ટ્રી, અને જરૂર પડે તો હાઈકોર્ટ-સુપ્રીમકોર્ટ માં PIL પણ દાખલ કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ માત્ર એક મંદિર જ નહીં, પરંતુ દેશ-વિદેશના કરોડો ભક્તોની અતૂટ આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું એક પવિત્ર કેન્દ્ર છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ, “કિંગ ઓફ સાળંગપુર”ની પ્રતિમા સહિતના કોપિરાઈટ અને ટ્રેડમાર્ક લેવા આવ્યા છે. તાજેતરમાં જ મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી એ તમામ સર્ટિફિકેટ કષ્ટભંજન દેવના ચરણોમાં અર્પણ કર્યા હતા. હવે આ કોપિરાઈટ અને ટ્રેડમાર્ક મામલે વિવાદ સર્જાયો છે.