ખાનગી વાહનચાલકો માટે નવા નિયમો લાગુ ગુજરાતમાં હવે ખાનગી વાહનોના દસ્તાવેજાેની ઈ-ડિટેક્શનથી તપાસ થશે ટોલ પ્લાઝા પર કેમેરાથી નંબર પ્લેટ સ્કેન થશે,PUC, વીમો અને રજિસ્ટ્રેશન અમાન્ય હશે તો ઈ-ચલણ મળશે ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી અને વાહન વ્યવહારના નિયમોના અસરકારક અમલીકરણના હેતુથી હવે ખાનગી વાહનોમાં પણ ઈ-ડિટેક્શન સિસ્ટમ દ્વારા વાહનોનાં જરૂરી દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવશે.અત્યાર સુધી રાજ્યમાં હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર ઈ-ડિટેક્શન સિસ્ટમ મારફતે મુખ્યત્વે કોમર્શિયલ વાહનો જેવા કે ટ્રક, બસ અને માલવાહક વાહનોનાં દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવતી હતી. હવે આ વ્યવસ્થાનો વ્યાપ વધારી ખાનગી વાહનોને પણ તેમાં આવરી લેવામાં આવશે.ઈ-ડિટેક્શન સિસ્ટમ અંતર્ગત હાઈવે પરથી પસાર થતાં વાહનોની નંબર પ્લેટ ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા સ્કેન કરવામાં આવશે ત્યારબાદ સિસ્ટમ મારફતે વાહનના જરૂરી દસ્તાવેજાેની માન્યતા અને તેની સમયમર્યાદાની ચકાસણી કરવામાં આવશે.ઈ-ડિટેક્શન સિસ્ટમની અમલવારીને ધ્યાનમાં રાખીને તમામ ખાનગી વાહન ચાલકોએ પોતાના વાહનના જરૂરી દસ્તાવેજાે અદ્યતન રાખવા અપીલ કરાઈ છે. જેમાં (૧) વાહનનું PUC પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જાેઈએ. (૨) વાહનનો વીમો ચાલુ અને માન્ય હોવો જાેઈએ. (૩) વાહનનું રજિસ્ટ્રેશન માન્ય હોવું જાેઈએ. જાે, દસ્તાવેજાે અમાન્ય હશે તો ઈ-ચલણની કાર્યવાહી કરાશે. ઈ-ડિટેક્શન સિસ્ટમ દ્વારા વાહનના દસ્તાવેજાેની ચકાસણી દરમિયાન કોઈ જરૂરી દસ્તાવેજની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અથવા તે માન્ય નહી હોય તો સંબંધિત વાહનચાલકને નિયમો મુજબ ઈ-ચલણ મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.




