(નીડર , નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ -3 અને વર્ગ-૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબના સભ્યને રહેમરાહે નિમણુંકો આપવાની સુધારેલ યોજના મુજબ સુરત મહાનગરપાલિકામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓને આશ્રિત તરીકે રહેમરાહે નિમણુંકો આપવા જરૂરી આદેશ કરવા ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખશ્રી ભાઈલાલ બી. વૈષ્ણવ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી છગનલાલ ડી. મેવાડા, મહામંત્રીશ્રી સૈયદભાઈ શેખ અને મહામંત્રીશ્રી કાંતિભાઈ બી.સોલંકી, મહામંત્રી શ્યામભાઈ ટેનિયા, શહેર શાખા કાર્યકારી પ્રમુખ હસમુખભાઈ પટેલ, વાલ્મિકી સમાજ ના સિનિયર એડવોકેટ ડી સી સોલંકી, બીપીનભાઈ રાઠોડ વિગેરે એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શહેર વિકાસ વિભાગ ના મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ના મંત્રી અને સમાજ કલ્યાણ ખાતા ના નિયામક ને લેખિત નિવેદન પાઠવી રાજ્ય સરકાર ના ઠરાવનો સુરત મહાનગરપાલિકા અમલ કરે તે માટેની માંગણી કરી છે.
ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓના આશ્રિત કુટુંબ ના સભ્યને રહેમરાહે નિમણૂંક આપવા રાજ્ય સરકાર દ્વારા (૧) ગુજરાત સરકાર, સામાન્ય વહીવટ વિભાગ , સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક ભરત- ૨૧૯૦-ક તા.૧૦/૦૩/૨૦૦૦
(૨) ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ ક્રમાંક મ.ન.પ/૧૦૨૦૧૭/૬૪૩૨ પી, સચિવાલય ગાંધીનગર, તા.૨૩/૧૦/૨૦૧૭ થી જોગવાઈ કરેલ છે.
રાજય સરકારશ્રીના ઉપરોક્ત સંદર્ભ(૧)ના ઠરાવથી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ કર્મચારીઓના આશ્રિત કુટુંબના સભ્યને રહેમરાહે નિમણુંકો સુધારેલ યોજના રાજય સરકારશ્રીએ ઠરાવ અમલમાં મુકેલ છે. જે બદલ રાજય સરકારને અભિનંદન અને આભાર. પરંતુ દુ:ખ સાથે જણાવવાનું છે કે, સુરત મ.ન.પા જે રાજય સરકારશ્રીના ઠરાવો અને નિયમોનું પાલન કરવા બંધાયેલ હોવા છતાં સુરત મ.ન.પામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર કર્મચારીઓ પ્રત્યે ભેદભાવ રાખી બેલદાર અને બીજા વર્ગ-૪ ના કર્મચારીઓ ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ તેમના વારસદારને રહેમરાહે આશ્રિતને નોકરી આપવામાં આવતી નથી.
અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા માં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૪ ના કોઈ પણ કર્મચારી ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર કર્મચારીઓના વારસદારોને રહેમરાહે આશ્રિત તરીકે નોકરીમાં રાખવામા આવતા હતા. પરંતુ સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે નિધિ સિવાચે સુરત મ.ન.પામાં મહેકમ નો ચાર્જ સંભાળેલ છે ત્યારથી તેમને ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા સફાઈ કામદારના અવસાન પામેલા સફાઈ કામદારના વારસદારને જ રહેમરાહે નોકરી આપવાના સંદર્ભ (૨) માં જણાવ્યા પ્રમાણે નક્કી કરેલ છે. એટલે વર્ગ-૪ ના બેલદાર અને અન્ય કર્મચારીઓ જેવા કર્મચારીઓના રહેમરાહે નોકરીની ફાઈલો આ ડેપ્યુ.કમિશ્નર નિધિ સિવાચ સત્તાનો દૂર ઉપયોગ કરી દફતરે કરી દઈને સરકારી ઠરાવનો અનાદર કરેલ છે. સુરત મ.ન.પા ના ડેપ્યુટી કમિશ્નરશ્રી રાજય સરકારના અગાઉના ઠરાવનો અમલ કરી રહ્યા છે. પરંતુ રાજય સરકારે સંદર્ભ (૧) ના ઠરાવનો અમલ નહીં કરી રાજય સરકારના કાયદેસરના ઠરાવનો અમલ નહીં કરી સત્તાનો દૂર ઉપયોગ કરી અનેક વર્ગ-૪ ના મરણ પામેલા કર્મચારીઓના વારસદારોને અન્યાય કરી રહેલ છે. જેથી સુરત મહાનગરપાલિકામાં રાજ્ય સરકાર ઠરાવનો અમલ કરાવવા જરૂરી આદેશ આપવા ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસે માંગણી કરેલ છે.