
GSRTC પાસથી નોકરિયાતોને મોટી રાહત.૧૮ દિવસનું ભાડું અને ૩૦ દિવસની મુસાફરી.નવસારીના રોજિંદા અપ-ડાઉન કરતા નોકરિયાતો માટે GSRTC ની અનોખી યોજના આશીર્વાદ સાબિત થઈ રહી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આપવામાં આવતો જી્ મુસાફરી પાસ રાજ્યભરના નિયમિત મુસાફરો માટે અગત્યની સુવિધા છે. આ પાસ વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો અને સિનિયર સિટિઝન્સ સહિત અનેક કેટેગરી માટે ઉપલબ્ધ છે, જે મુસાફરીને સસ્તી અને વધુ અનુકૂળ બનાવે છે. નવસારી ST ડેપોમાંથી રોજ હજારો મુસાફરો સુરત સહિતના શહેરોમાં નોકરી, અભ્યાસ અથવા વ્યવસાય માટે અપ-ડાઉન કરે છે. ટિકિટના વધતા દરો અને રોજ ટિકિટ ખરીદવાની મુશ્કેલીના કારણે, નોકરિયાત વર્ગ માટે દર મહિને મુસાફરી ખર્ચ વહન કરવો મુશ્કેલ બની રહ્યો છે.
GSRTC દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજના અનુસાર મુસાફરો હવે ૧૮ દિવસનું ભાડું ચૂકવીને આખા ૩૦ દિવસ જી્ બસમાં અનલિમિટેડ મુસાફરી કરી શકે છે. આ યોજના ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. નવસારી ડેપોના મેનેજરે જણાવ્યું કે દર મહિને ૩,૫૦૦ થી ૩,૬૦૦ પાસનું રિન્યુઅલ નવસારીમાંથી થાય છે, જે આ યોજનાની લોકપ્રિયતાનો પુરાવો છે. ડેપો મેનેજરે વધુમાં જણાવ્યું કે આ પાસ ય્જીઇ્ઝ્રની લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી અને લક્ઝરી બસ સર્વિસમાં માન્ય છે. પાસથી મુસાફરોને રોજ ટિકિટ લેવાની મુશ્કેલીમાંથી છુટકારો મળે છે અને છૂટા પૈસા રાખવાની તકલીફ પણ દૂર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે મુસાફરોને માત્ર ટિકિટ બારી પરથી ફોર્મ લેવા, બે પાસપોર્ટ સાઇઝના ફોટા જાેડવા અને પાસ કાઉન્ટર પર ફોર્મ સબમિટ કરવું પડે છે. પાસ તાત્કાલિક ઇસ્યુ થાય છે. પાસ માટે આપવામાં આવતું ID કાર્ડ ૭ વર્ષ માટે માન્ય રહે છે. મુસાફરો માસિક અથવા ત્રિમાસિક પૈકી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે.
પાસની કિંમત રૂટ મુજબ નક્કી થાય છે. જેમ કે નવસારી-સુરત રૂટ માટે માસિક પાસની કિંમત અંદાજે રૂપિયા ૨,૨૦૦ થી ૨,૩૦૦ રૂપિયા વચ્ચે રહે છે. મુસાફરી લોકલ, એક્સપ્રેસ કે ગુર્જર નગરી બસમાં હોય તેના આધારે ભાવમાં ફેરફાર થાય છે. નવસારી ડેપો અનુસાર હજારો મુસાફરો દર મહિને આ યોજના હેઠળ પાસ રિન્યુ કરે છે, જેમાં ૧૮ દિવસનું ભાડું આપી ૩૦ દિવસ મુસાફરી કરવાથી તેમના અંદાજે મોટી બચત થાય છે. રોજની મુસાફરી સરળ બને છે અને ટિકિટના ખર્ચ અને ટેન્શનમાંથી પણ રાહત મળે છે.




