
નવરાત્રિ પર્વને લઇ આયોજકો માટે મોટા સમાચાર ગરબાની મંજૂરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવશે પાર્ટી પ્લોટ અને કલબો માટેના રાસ-ગરબાના કાર્યક્રમો માટે કાર્યક્રમની મંજુરી મામલતદાર તરફથી આપી શકાશે નહી.
અમદાવાદમાં આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા ગરબાના આયોજન માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું મુખ્યત્વે શાંતિ અને સુરક્ષા જાળવવાના હેતુથી બહાર પાડવામાં આવ્યું છે, જેનો અમલ પાર્ટી પ્લોટ અને ક્લબમાં થતા ગરબાના કાર્યક્રમોને લાગુ પડશે. આ જાહેરનામા મુજબ, ટિકિટ અથવા પાસવાળા પાર્ટી પ્લોટ અને ક્લબમાં યોજાતા રાસ-ગરબાના કાર્યક્રમોની મંજૂરી હવેથી મામલતદાર દ્વારા આપવામાં આવશે નહીં. આ મંજૂરી સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (જીડ્ઢસ્) દ્વારા આપવામાં આવશે. આયોજકોએ મંજૂરી મેળવવા માટે જીડ્ઢસ્નો સંપર્ક કરવો પડશે.
સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે ૧૨.૦૦ વાગ્યા સુધી જ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે. રાત્રે ૧૨.૦૦ વાગ્યા પછી કોઈપણ જગ્યાએ માઈક કે લાઉડસ્પીકર ચાલુ રાખી શકાશે નહીં. જાે આ સમય પછી લાઉડસ્પીકર ચાલુ જણાશે, તો કાર્યક્રમના આયોજક અને સાઉન્ડ સિસ્ટમવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામામાં સુરક્ષાને લગતા પણ કેટલાક કડક નિયમો મૂકવામાં આવ્યા છે જેમાં ગરબાના આયોજકોએ પ્રાઈવેટ સિક્યુરિટી મારફતે એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવું અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવી. પાર્કિંગ અને કાર્યક્રમની જગ્યાએ પૂરતી સંખ્યામાં ઝ્રઝ્ર્ફ કેમેરા ગોઠવવા. આયોજકોએ ઇલેક્ટ્રિક ફીટીંગ યોગ્ય હોવાનું પ્રમાણપત્ર મામલતદારને રજૂ કરવું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો મુજબ, ગ્રામ્ય વિસ્તારમાં પણ જરૂરી અગ્નિશામક સાધનો રાખવા. સ્ઝ્રમ્/સ્ૈંન્ન્મ્ લગાવવું ફરજિયાત છે. પાર્કિંગની વ્યવસ્થા સ્વયંસેવકો અને સિક્યુરિટી ગાર્ડ્સ મારફતે કરવી. પાર્કિંગ રોડ પર થવું જાેઈએ નહીં. જાે રોડ પર પાર્કિંગ જાેવા મળશે, તો મંજૂરી રદ થઈ શકે છે. પ્રવેશ અને બહાર નીકળવા માટેના ગેટ અલગ અલગ રાખવા. ગરબાની જગ્યાએ ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે મેન્ટેનન્સ સ્ટાફ હાજર રાખવો. જાે મોટા સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હોય તો તેની મજબૂતાઈ અંગે ઁઉડ્ઢ એન્જિનિયરનું પ્રમાણપત્ર મેળવવું. વીજળીનો પ્રવાહ બંધ થાય તો મુશ્કેલી ન થાય તે માટે સ્ટેન્ડ-બાય જનરેટર અને વૈકલ્પિક લાઇટની વ્યવસ્થા કરવી. આ નિયમોનું પાલન કરવું તમામ આયોજકો માટે ફરજિયાત છે, જેથી નવરાત્રીનો તહેવાર સૌ માટે સુરક્ષિત અને આનંદદાયક બની રહે.




