રાજ્યની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સર્વાઈકલ કેન્સરનો અવેરનેસ પ્રોગ્રામ ૨૦૧૮થી કાર્યરત છે. સર્વાઇવલ કેન્સરની સમયસર જાણ થાય તો બચવાની સંભાવના વધી જાય છે. સમયસર સ્ક્રીનિંગ થકી સર્વાઇવલ કેન્સરને માત આપવાના રેડક્રોસના માતબર પ્રયાસો ચાલી રહ્યા છે.
રેડક્રોસ દ્વારા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ થકી રાજ્યની ૧૧ હજારથી વધુ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
આંગણવાડી કાર્યકર- હેલ્પર બહેનો, આશા વર્કર તેમજ ગરીબ વર્ગની બહેનોના સર્વાઈકલ કેન્સર માટેના Pap ટેસ્ટ અને HPV-DNA ટેસ્ટ રેડક્રોસ દ્વારા વિના મૂલ્યે કરવામાં આવે છે
રેડક્રોસ દ્વારા ગરીબ વર્ગની બહેનો તેમજ આંગણવાડી કાર્યકર- હેલ્પર બહેનો તેમજ આશા વર્કરના સર્વાઇકલ કેન્સર માટેના Pap ટેસ્ટ અને HPV-DNA test વિના મૂલ્યે કરવામાં આવે છે.
માત્ર એટલું જ નહીં, જન સામાન્ય માટે ગુજરાત રેડ ક્રોસ દ્વારા સોસાયટી સર્વાઈકલ કેન્સરના Pap ટેસ્ટ અને HPV-DNA ટેસ્ટ (Human Papilloma Virus) રાહત દરે કરવામાં આવે છે.
હ્યુમન પેપીલોમા વાઈરસ (HPV)ના કારણે સર્વાઈકલ કેન્સર થાય છે. નિયમિત સ્કીનિંગ અને વહેલા નિદાનથી પ્રાથમિક તબક્કામાં કેન્સરનું સફળતાપૂર્વક નિદાન કરી સારવાર થઈ શકે છે.
વિશ્વભરમાં સર્વાઈકલ કેન્સર સ્ત્રીઓમાં મળતું સામાન્ય કેન્સર છે. તે ગર્ભાશયના નીચલા ભાગ પર સ્થિત ગર્ભાશયના મુખ (સર્વિક્સ)થી શરૂ થાય છે.
ભારતમાં દર વર્ષે એક લાખ વીસ હજારથી વધુ બહેનોને સર્વાઈકલ કેન્સર થાય છે, પોણા લાખથી વધુ મહિલાઓ સર્વાઈકલ કેન્સરને કારણે મૃત્યુ પામે છે.
ગુજરાતમાં સર્વાઇકલ કેન્સરની તપાસ અને નિદાન માટે રેડ ક્રોસ સોસાયટી રાજ્ય સરકારના સહયોગથી સર્વાઇકલ કેન્સર સ્ક્રિનિંગની ઝુંબેશ ચલાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રેડ ક્રોસ સોસાયટી દ્વારા તાજેતરમાં કલોલ તાલુકામાં એક સાથે બે હજાર બહેનોનું સર્વાઈકલ કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૧ બહેનોનું HPV-16, HPV-18 અને Other high Risk HPV Positive જોવા મળ્યા હતાં. રેડક્રોસ દ્વારા સર્વાઇકલ કેન્સર પોઝિટિવ બહેનોને G.C.R.I (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)માં કોલ્પોસ્કોપી પ્રક્રિયા માટે મોકલવામાં આવ્યા હતા.