મુખ્ય સ્ટ્રક્ચરમાં કોઈ ક્ષતિ નહીં માત્ર ફૂટપાથ અને કર્બમાં સામાન્ય સુધારો સાબરમતીના ચીમનભાઈ પટેલ બ્રિજ પર તિરાડની વાત વહેતી થતા દોડધામ તિરાડ પડી હોવાની ચર્ચાઓ શરૂ થતા જ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ઇજનેરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી
અમદાવાદમાં સુભાષ બ્રિજની ઘટના બાદ હવે શહેરમાં વારંવાર જુદા-જુદા બ્રિજમાં તિરાડો પડી હોવાની વાતો અને અફવાઓ વહેતી થવાનો સિલસિલો શરૂ થયો છે. તાજેતરમાં સાબરમતી વિસ્તારમાં આવેલા ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજ પર તિરાડ પડી હોવાની ચર્ચાઓ શરૂ થતા જ મ્યુનિસિપલ કોર્પાેરેશનના ઇજનેરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તપાસ દરમિયાન આ અફવા સાબિત થઈ છે કારણ કે બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરમાં કોઈ જ ગંભીર ક્ષતિ કે નુકસાન જોવા મળ્યું નથી.પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બ્રિજના મુખ્ય માળખાકીય ભાગો જેવા કે ગર્ડર, ડેક, સ્લેબ અને પિયરમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી. માત્ર ફૂટપાથ તથા કર્બમાં ક્ષતિ થઈ છે, જેનું ત્વરિત રિપેરિંગ કરવામાં આવશે. તંત્રએ જણાવ્યું છે કે લોકો જેને તિરાડ સમજી રહ્યા છે તે વાસ્તવમાં બ્રિજનો એક્સપાન્શન જોઈન્ટ છે.તાપમાનમાં ફેરફાર: વાતાવરણ અનુસાર તાપમાનમાં આવતા ચઢાવ-ઉતારના લીધે દરેક બ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં કુદરતી રીતે સંકોચન અને વિસ્તરણ થાય છે.મુવમેન્ટ માટે જગ્યા: આ તાપમાન આધારિત મુવમેન્ટ યોગ્ય રીતે થઈ શકે અને બ્રિજ સુરક્ષિત રહે તે માટે તેમાં એક્સપાન્શન જોઈન્ટ રાખવામાં આવે છે.રેલવે ટ્રેક જેવી પદ્ધતિ: દરેક ગર્ડરની વચ્ચે ચોક્કસ જગ્યા હોય છે. રેલવે ટ્રેકમાં લોખંડના પાટાના સાંધા વચ્ચે જેવી રીતે જગ્યા રાખવામાં આવે છે, તે જ પદ્ધતિ અનુસાર બ્રિજના ગર્ડર ગોઠવવામાં આવે છે.શહેરમાં સુભાષ બ્રિજની વાસ્તવિક ઘટના બાદ “વાઘ આવ્યો રેપ વાઘપ” જેવી સ્થિતિ સજાર્ી રહી છે. થોડા સમય પહેલા ઋષિ દધિચિ બ્રિજ પર ગાબડા પડ્યા હોવાના અહેવાલ વહેતા થયા હતા, અને ત્યારબાદ ગાંધી બ્રિજ પર પણ તિરાડ દેખાઈ હોવાની ચર્ચાઓ સામે આવી હતી. જો કે અત્યાર સુધીમાં અન્ય કોઈ પણ બ્રિજમાં ગંભીર નુકસાન કે ક્ષતિ સામે આવી નથી. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.





