(નીડર,નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અવિરત વરસાદથી ગુજરાતમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી, વલસાડ અને હાલોલ-શામળાજી જેવા હાઇવે પર પાણી ભરાતા JCB થી ડિવાઇડર તોડી પાણીનો નિકાલ કરાયો. રાજયમાં NDRF-SDRF ની ૪૯ ટીમો તૈનાત છે.
આ ઉપરાંત વડોદરા ખાતે એરફોર્સની ટીમ ધ્વારા નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.જ્યારે કોસ્ટ ગાર્ડની ટીમ ધ્વારા નવસારી,વલસાડ અને તાપીના વિસ્તારોમાં એરિયલ સર્વેની કામગીરી ચાલી રહી છે. વધુમાં કોસ્ટ ગાર્ડ ધ્વારા બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.
જ્યારે પંચમહાલના શહેરોમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આમ ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં વહીવટી તંત્ર ધ્વારા ૩૮,૬૫૩ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૫૫૪૭ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ , કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમા NDRF અને SDRF ની ૪૯ ટીમો તૈનાત છે. ઉપરાંત અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ભારતીય સેનાની ૨-૨ ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.
આમ ગુજરાતમાં ચોર કોર પાણી જ પાણી સાથે ઠેર-ઠેર ખાના ખરાબી તો વળી ઉત્તર-મધ્ય-દક્ષિણ ગુજરાત પણ ભયભીત સ્થિતિમાં હોવાથી સુરતની ખાડીની આજુબાજુમાં રહેતા શ્રમિક પરિવારો ફરીથી આવેલા પાણીના પૂરને કારણે પરેશાન થઈ રહ્યા છે. આમ સુરતમાં માત્ર એક જ અઠવાડીયામાં બબ્બે વાર ખાડી પૂરનો ભોગ બનેલા શ્રમિકો આજે સૌથી વધુ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે SMC ધ્વારા નક્કર પગલાં ભરી કાયમી ધોરણે ખાડી પૂરની સમસ્યા દૂર કરવી.





