
2 આરોપીના ઘર ગેરકાયદેસર: વડોદરામાં 16 વર્ષની સગીર પર સામૂહિક બળાત્કાર ગુજારવા બદલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પૈકીના બે મુખ્ય આરોપીઓને ભાડે અપાયેલ મકાન પર બુલડોઝરની કાર્યવાહીનો ખતરો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે કહ્યું કે આ મકાનો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ હવે તેમના માલિકોને નોટિસ ફટકારી છે. મકાનમાલિકને પુરાવા સાથે જવાબ આપવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ કેસના ત્રણ મુખ્ય આરોપીઓ (મુન્ના વણઝારા, મુમતાઝ વણઝારા અને શાહરૂખ વણઝારા)ની 7 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે અન્ય બે આરોપીઓ (અજમલ સત્તાર અને સૈફ અલી)ની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે સ્થાનિક કોર્ટે તમામને 10 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
