
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજની એક મિટિંગ તા.૧૩/૦૬/૨૦૨૬ ના રોજ સુરત મુકામે પ્રદેશ પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવની અધ્યક્ષતામા મળી હતી. જેમાં સુરત શહેરના સમાજિક કાર્યકર છગનલાલ ડી. મેવાડા હાજર રહી સમાજને પડતી મુશ્કેલીઓનો સામનો કરવા અને બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવાનો અનુરોધ કર્યો હતો. સમાજને કોઈપણ મુશ્કેલીમા ડરવું જોઈએ નહીં તેમ જણાવી કુરિવાજો અને બીન જરૂરી ખર્ચાઓ ઓછા કરવા અનુરોધ કર્યો હતો. કાંતિભાઈ સોલંકીએ સમાજની પ્રગતિ માટે સહુએ સાથે મળી ચાલવા જણાવ્યુ હતું. અશ્વિનભાઈ વૈષ્ણવ અને શશિકાંત સોલંકી હાજર રહ્યા હતા. ભાઈલાલ વૈષ્ણવે પ્રમુખ સ્થાનેથી જણાવ્યુ હતું કે સમાજે નોકરી ઉપર જ નિર્ભરના રહેતા નાનામોટા ઉદ્યોગ ધંધા પણ કરવા જોઈએ. મિટિંગમા હાજર રહેલા વડોદરા શહેરના કાર્યકરોએ પણ સમાજ ઉપયોગી અને રીત રિવાજો પર ચર્ચા કરી હતી.
ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજના વડોદરાના હોદ્દેદારો તરીકે નીચે મુજબ વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખશ્રી:- હરીશભાઈ છગનભાઈ સંપત, ઉપપ્રમુખશ્રી:- મનહરભાઈ લલ્લુભાઈ સોલંકી, ઉપપ્રમુખશ્રી:- વિનોદભાઈ રમણભાઈ સોલંકી, મહામંત્રીશ્રી:- નરેશભાઈ ધનજીભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે.





