
નવા મંત્રીમંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો.નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, ૧૦મી વખત લીધા મુખ્યમંત્રી પદના શપથ.પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય પક્ષોના અસંખ્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા.નીતિશ કુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. નીતિશ કુમારે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. રાજ્યપાલે નીતિશ કુમારને પદના શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં નીતિશ કુમારે ગુરુવારે રેકોર્ડ ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિશના નવા મંત્રીમંડળમાં ૨૬ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમ્રાટ અને વિજય સતત બીજા કાર્યકાળ માટે નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સ્ટેજ પર પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય દ્ગડ્ઢછ પક્ષોના અસંખ્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. નીતિશ કુમારના શપથ ગ્રહણ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત, અન્ય ૨૬ મંત્રીઓએ શપથ લીધા હતા. નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ઉપરાંત શપથ લેનારાઓમાં વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, મંગલ પાંડે, દિલીપ જયસ્વાલ, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સહની,નીતિન નવીન, રામ કૃપાલ, સંતોષ સુમન, સુનીલ કુમાર, જમા ખાન, સંજય સિંહ ટાઈગર, અરુણ શંકર, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ, લખેન્દ્ર કુમાર રોશન, શ્રેયસી સિંહ, પ્રમોદ કુમાર, સંજય કુમાર, સંજય કુમાર સિંહ, અને દીપક પ્રકાશે મંત્રી પદના શપથ લીધા હતા.
નીતિશકુમારે કેબિનેટમાં પોતાની સાથે ભાજપ, જેડીયુ, એલજેપી-આર, એચએએમ અને આરએલએમના કુલ ૨૬ નેતાઓને મંત્રી બનાવ્યા છે. નીતિશ કેબિનેટમાં ભાજપના ૧૪, જેડીયુના ૮, લોજપા-આરના ૨, હમ અને રાલોમોના ૧-૧ મંત્રી બન્યા છે. આ ૨૬ મંત્રીઓમાં રાલોમો કોટાના દીપક પ્રકાશ કોઈ પણ સદનના સભ્ય નથી. ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર દીપક પ્રકાશને વિધાન પરિષદમાં લઈ જવામાં આવશે. જીતનરામ માંઝીએ પણ તેમના પુત્ર સંતોષ સુમનને હમ કોટામાંથી ફરી મંત્રી બનાવડાવ્યા છે. ચિરાગ પાસવાને મહુઆથી મુકેશ રૌશન તથા તેજ પ્રતાપ યાદવને હરાવનારા સંજયકુમાર સિંહ તથા બખરીથી સીપીઆઈને હરાવીને આવેલા સંજય પાસવાનને મંત્રી બનાવડાવ્યા છે.
નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં દ્ગડ્ઢછ એ કુલ ૨૦૨ બેઠકો જીતી હતી. ભાજપે ૮૯ બેઠકો જીતી હતી. નીતિશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) ૮૫ બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (ઇ) એ ૧૯ બેઠકો જીતી હતી. હિન્દુસ્તાની આવામ મોરચા (ૐછસ્) એ પાંચ બેઠકો જીતી હતી, અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી.
નીતિશકુમારની સાથે સાથે ભાજપ તરફથી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. પટણાના ગાંધી મેદાનમાં આ શપથ સમારોહનું આયોજન થયું. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને એનડીએ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી સહિત બિહારના અનેકજિલ્લાઓમાંથી લોકો પહોંચ્યા હતા. નીતિશકુમારની સાથે સાથે સરકારના ૨૬ મંત્રીઓ પણ શપથ લઈ રહ્યા છે. ભાજપના કોટામાંથી સરકારમાં બે ડેપ્યુટી સીએમ બન્યા છે. સમ્રાટ ચૌધરી અન વિજયકુમાર સિન્હાએ પણ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. નીતિશકુમારે આજે ગાંધી મેદાનમાં ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લીધા બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું. નીતિશકુમારના શપથ ગ્રહણ સમારોહમાં દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. જેમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ વગેરે પણ ગાંધી મેદાન પહોંચ્યા હતા. લેસી સિંહ, નીતિન નવીન, મદન સહની, રામકૃપાલ યાદવ, સુનીલકુમારે પણ મંત્રી પદના શપથ લીધા છે. આ ઉપરાંત જમા ખાન, સંજય સિંહ ટાઈગર, રમા નિષાદે મંત્રી પદના શપથ લીધા. જમા ખાન જેડીયુ વિધાયક છે. જ્યારે સંજય સિંહ ટાઈગર અને રમા નિષાદ ભાજપ કોટામાંથી મંત્રી બન્યા છે.




