
સવારે અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા ED દ્વારા અલફલાહ યુનિવર્સિટી ખાતે દરોડા પાડવામાં આવ્યાઅલ-ફલાહ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય, યુનિવર્સિટી કેમ્પસ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓના ખાનગી ઘરોનો સમાવેશ થાય છેએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે સવારે (૧૮ નવેમ્બર) દિલ્હીના ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જાેડાયેલા ૨૪ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા મની લોન્ડરિંગ (PMLA) કેસ હેઠળ પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીને શંકા છે કે યુનિવર્સિટી અને તેના સંકળાયેલા માલિકો અને મેનેજમેન્ટે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ કરી છે. તેથી ટીમ તે સ્થળોએ દસ્તાવેજાે અને ડિજિટલ પુરાવા શોધી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ED એ મંગળવારે સવારે અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા
જેમાં ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટના મુખ્ય કાર્યાલય, યુનિવર્સિટી કેમ્પસ અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિઓના ખાનગી ઘરોનો સમાવેશ થાય છે. વહેલી સવારથી જ દિલ્હીના જામિયા નગર અને ઓખલા વિહારથી લઈને ફરીદાબાદના સેક્ટર ૨૨માં યુનિવર્સિટી કેમ્પસ સુધી ED ની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.
થોડા મહિના પહેલા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અલ-ફલાહ યુનિવર્સિટી અને તેના ડિરેક્ટરો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે યુનિવર્સિટીના નામે કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને ટ્રસ્ટ, વિદેશી દાન નિયમો (FCRA)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને સંપત્તિના દુરુપયોગ દ્વારા કાળા નાણાંને ધોળા કરવામાં આવ્યા હતા.




