
ડંકી રૂટ કેસમાં ED ની મોટી કાર્યવાહી.તપાસ ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી.ED ની ટીમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રોકડ, ૩૧૩ કિલો ચાંદી અને ૬ કિલો સોનાના બિસ્કિટ મળ્યા.ડંકી રૂટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની આક્રમક કાર્યવાહી ચાલુ છે. ED ની ટીમ એક પછી એક દરોડા પાડી રહી છે. આ કડીમાં ED ને મોટી સફળતા મળી છે. તપાસ ટીમે અંદાજે ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. હકીકતમાં ED એ ૧૮ ડિસેમ્બરે પંજાબ, હરિયાણા અને દિલ્હીના ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન ED ની ટીમને દિલ્હીના એક ટ્રાવેલ એજન્ટ પાસેથી ૪.૬૨ કરોડ રૂપિયા રોકડ, ૩૧૩ કિલો ચાંદી અને ૬ કિલો સોનાના બિસ્કિટ મળી આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ૧૯.૧૩ કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત, ED ના હાથે મોબાઈલ ચેટ અને ડિજિટલ પુરાવા પણ લાગ્યા છે, જેમાં ડંકી રૂટના અન્ય સભ્યો સાથે ટિકિટ, રૂટ અને પૈસાના વ્યવહાર અંગેની વાતચીત રેકોર્ડ થયેલી છે.
હરિયાણાના એક જાણીતા ખેલાડીના ઠેકાણે પાડવામાં આવેલા દરોડામાં જાણવા મળ્યું છે કે, તે લોકોને મેક્સિકોના રસ્તે અમેરિકા મોકલવા માટે તેમની મિલકતના કાગળો ગીરવે રાખતો હતો, જેથી કોઈ તેની સાથે છેતરપિંડી ન કરી શકે. ઈડ્ઢને અન્ય સ્થળોએથી મોબાઈલ ફોન, દસ્તાવેજાે અને ડિજિટલ ડેટા જેવી અનેક વસ્તુઓ મળી આવી છે. ED હાલ આ તમામ વસ્તુઓની ફોરેન્સિક તપાસ કરાવી રહી છે. ડંકી રૂટ એ લોકોના જીવ જાેખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે દેશની સરહદ પાર કરાવવાની એક રીત છે. જેમાં દક્ષિણ અમેરિકાના દેશોમાંથી મેક્સિકો થઈને અમેરિકાની સરહદ પાર કરવામાં આવે છે. ED ની આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસનો એક ભાગ છે, જે ફેબ્રુઆરી ૨૦૨૫માં અમેરિકાથી ૩૩૦ ભારતીયોના ડિપોર્ટિશન (દેશનિકાલ) સાથે જાેડાયેલી છે. અન્ય સ્થળોએ દરોડા દરમિયાન મોબાઇલ ફોન, દસ્તાવેજાે અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી તમામ ચીજવસ્તુઓની તપાસ કરાશે, જેમાં આખા નેટવર્કનો ખુલાસો કરવામાં મદદ મળશે. ઈડીએ જપ્ત કરેલ ડિજિટલ ડેટા અને દસ્તાવેજાેને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધા છે. પંજાબ અને હરિયાણા પોલીસમાં એફઆઇઆર નોંધાયા બાદ આ કાર્યવાહીઓ કરવામાં આવી છે અને આ નેટવર્કમાં ટ્રાવેલ એન્જન્ટ, વચેટીયાઓ અને હવાલા ઓપરેટરો સામેલ છે.
ગેંગ વિદેશ જવાની ઘેલછા રાખનારા લોકોને ડંકી રૂટ દ્વારા જાેખમી રસ્તા પરથી અમેરિકા મોકલીને કરોડો રૂપિયા કમાતા હતા. રિપોર્ટ મુજબ, ઈડીની આ કાર્યવાહી બાદ વધુ ધરપકડ થવાના અને મોટા ખુલાસા થવાની સંભાવના છે.




