કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન બાદ આખરે GenZ યુવાનોની જીત થઈ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આ દેશના યુવાનો અને ખાસ કરીને GenZ પેપર લીક અને પરીક્ષા રદ્દ થવા જેવી બાબતોથી વારંવાર પીડાઈ રહ્યા હતા. એને લઈને આ લોકોએ દિલ્હીમાં જે જંતર મંતર ખાતે આંદોલન કર્યું, ત્યારબાદ એ આંદોલન સમગ્ર દેશમાં ફેલાયું અને આજે ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં એકઠા થવાનું એલાન કર્યું હતું. ત્યારબાદ હાલમાં માહિતી આવી કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. આ અવસર પર હું સમગ્ર દેશના GenZ ને અભિનંદન પાઠવું છું અને કહું છું કે આ તમારી જીત થઈ છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આંદોલનથી એક વાત પ્રતિત થાય છે કે જો એક આંદોલન ખૂબ જ તીવ્ર બની જાય તો સરકારે ચાલુ આંદોલન દરમિયાન ઝુકવુ પડે છે. આપણે ઘણા આંદોલનો જોયા જેમાં સરકારો પહેલા આંદોલનને તોડી નાખે, વિખેરી નાખે છે અને પછી થોડા સમય બાદ કોઈ નિર્ણય આપે છે અને ઘણી વખત નિર્ણય પણ આપતી નથી. પરંતુ દેશનું આ પહેલું એવું આંદોલન હશે જે આંદોલન ચાલુ હતું અને એ દરમિયાન કેન્દ્ર સરકારે ઝુકવુ પડ્યું, મોદી સરકારે ઝુકવુ પડ્યું અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું. આ ભાજપ સરકારના અહંકારની હાર થઈ છે અને GenZ ઓની જીત થઈ છે. દેશના તાનાશાહો અને હિટલરો સહિત આ દેશમાં જે અધિકારી શાસન ચાલી રહ્યું છે, એ તમામ લોકોની હાર થઈ છે અને GenZ ની જીત થઈ છે. તો ફરી એકવાર હું સમગ્ર દેશના યુવાનોને અભિનંદન પાઠવું છું.





