
૨૦૨૫ કરતા બમણો જથ્થો મોકલાયો યુદ્ધને કારણે LPG સંકટ વચ્ચે આજેર્ન્ટિના ભારતની મદદે આવ્યું વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં જ આજેર્ન્ટિનાએ ભારતને ૫૦,૦૦૦ ટન LPG નિકાસ કરી છે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઊભું થયું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધને કારણે ભારતની LPG સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, કારણ કે ભારતની ૬૦% ગેસ આયાત આ જ માર્ગે થાય છે. આ મુશ્કેલ સમયમાં દક્ષિણ અમેરિકન દેશ આજેર્ન્ટિના ભારત માટે એક મોટા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. ૨૦,૦૦૦ કિલોમીટરનું અંતર હોવા છતાં, આજેર્ન્ટિનાએ ભારતની ઊર્જા સુરક્ષા જાળવી રાખવા માટે રેકોર્ડબ્રેક મદદ મોકલી છે.
આજેર્ન્ટિના અને ભારત વચ્ચેના ઊર્જા સંબંધોમાં આવેલી તેજી આંકડાઓ પરથી સ્પષ્ટ દેખાય છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં જ આજેર્ન્ટિનાએ ભારતને ૫૦,૦૦૦ ટન LPG નિકાસ કરી છે, જે વર્ષ ૨૦૨૫માં મોકલાયેલા કુલ ૨૨,૦૦૦ ટન કરતા બમણાથી પણ વધુ છે. યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બને તે પહેલા જ આજેર્ન્ટિનાના બાહિયા બ્લાન્કા બંદરથી અંદાજે ૩૯,૦૦૦ ટન ગેસ ભારતીય કિનારે પહોંચી ચૂક્યો હતો. વધુમાં, ૫ માર્ચના રોજ ૧૧,૦૦૦ ટનનું વધુ એક શિપમેન્ટ ભારત માટે રવાના કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૪ પહેલા આજેર્ન્ટિનાએ ભારતને ક્યારેય LPG સપ્લાય કરી નહોતી.
ભારતમાં આજેર્ન્ટિનાના રાજદૂત મારિયાનો અગસ્ટિન કૌસિનોએ ભારત સરકારની ઊર્જા વિવિધતા વ્યૂહનીતિના વખાણ કર્યા છે. ભારત હવે માત્ર એક-બે દેશો પર ર્નિભર રહેવાને બદલે ૪૦થી વધુ દેશો સાથે ઊર્જા સપ્લાય નેટવર્ક બનાવી રહ્યું છે. આજેર્ન્ટિના પાસે ગેસનો વિશાળ ભંડાર છે અને તેમની રાષ્ટ્રીય કંપનીના વડાઓએ ગત વર્ષે ભારતની મુલાકાત લઈને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સાથે અનેક બેઠકો કરી હતી. જાેકે, આ ભાગીદારીમાં સૌથી મોટો પડકાર ૨૦,૦૦૦ કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ છે, જે પરિવહન ખર્ચ અને સમય વધારે છે, છતાં વર્તમાન સંજાેગોમાં આ સહયોગ ભારત માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થયો છે.
આયાતના નવા વિકલ્પો શોધવાની સાથે ભારત સરકારે ઘરેલું મોરચે પણ મજબૂત પગલાં લીધા છે. હોસ્પિટાલિટી અને ફૂડ સર્વિસ સેક્ટરને રાહત આપવા માટે કોમર્શિયલ LPG ક્વોટામાં ૨૦%નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘરોમાં રાંધણ ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન આપવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે. સરકારના આ પ્રયાસોથી યુદ્ધના સમયમાં પણ દેશમાં ઈંધણની તીવ્ર અછત સર્જાય તેવી શક્યતા ઓછી છે.





