
દિયોદરના પાલડીમાં ભાજપ નેતાનું નિવેદન.પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને.જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું .રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે હવે ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઇ છે. દિયોદરના પાલડીમાં ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે. વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો યુવાનો રસ્તો ન ભટકે તેની ચિંતા કરજાે. આ મુદ્દે વિવાદ થતાં બનાસકાંઠાના જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, છેલ્લા અઠવાડિયાથી ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા અને વાવા થરાદ જિલ્લામાં તેમને હાર દેખાઇ રહી છે, ત્યારે સમાજાેને ટકરાવવા માટે નિવેદનો આપી રહ્યા છે.
તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં આઝાદી માટે લડી છે. કેમ ઘર્ષણ થાય અને તેનો લાભ લઇ શકાય, તે માટે આવા નિવેદનો આપી રહ્યા છે. અહીં યુવાનોને નોકરીની જરૂર છે, ખેડૂતોને ભાવ નથી મળતાં, લોકો એના વિરુદ્ધમાં મત આપશે.
નોંધનીય છે કે, હાલમાં એવી જ એક ઘટના સામે આવી હતી. બનાસકાંઠાના ધાનેરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકશાહીના લીરેલીરા ઉડતા જાેવા મળ્યા હતા. ભાજપના આગેવાન અને પૂર્વ ઉમેદવાર ભગવાનદાસ પટેલે મતદારોને રીતસરની ગર્ભિત ધમકી આપી દેતા ખળભળાટ મચી ગયો છે. એક જાહેર સભામાં ભગવાનદાસ પટેલે પ્રેસર પોલિટિક્સનો સહારો લેતા મતદારોને ચેતવણી આપી છે કે, જાે ભાજપ તરફી મતદાન નહીં કરો તો ભવિષ્યમાં વિકાસના કામો નહીં થાય. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ મતદારોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જાેવા મળી રહ્યા છે.
આ વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ધાનેરા તાલુકાના ૮૭ તળાવો ભરવા માટે ૧૫૦ કરોડના ખર્ચે પાઇપલાઇનો આવી ગઈ છે. પરંતુ જાે તમે વારે ઘડીએ ભૂલ કરશો અને ભાજપને મત નહીં આપો, તો અમારા પગ તમારા કામ માટે ગાંધીનગર સુધી નહીં ઉપડે. મતલબ કે, નેતાજીએ સ્પષ્ટ કરી દીધું છે કે વિકાસના કામો જાેઈતા હોય તો કમળને જ મત આપવો પડશે. આ નિવેદન સામે આવતા જ કોંગ્રેસે તેને સત્તાનો અહંકાર ગણાવી આકરા પ્રહારો કર્યા છે.





