
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની જાહેરાત કોકરોચ જનતા પાર્ટી બાદ હવે ઈશ્ક કરો પાર્ટી સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જજે સોશિયલ મીડિયા પર ઈશ્ક કરો પાર્ટી વિશે જાહેરાત કરતા લોકોમાં કૂતુહલ સર્જાયું સીજેઆઈની એક કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર ફટાફટ કોકરોચ જનતા પાર્ટી પણ બની ગઈ જેના ફાઉન્ડર અભિજીત દીપકે છે. આ પાર્ટીએ હાલમાં જ દિલ્હીના જંતર મંતર પર એક વિરોધ પ્રદર્શન કર્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ પાર્ટીના ૨૦ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હવે સીજેપીની ચર્ચાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જજે ઈશ્ક કરો પાર્ટી નામના એક ડિજિટલ ઈનિશિએટિવની શરૂઆતની જાહેરાત કરી છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કેન્ડેય કાત્જૂએ એક્સ પર એક પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી. તેમણે આ સાથે અપીલ કરી કે જે પણ યુવાઓ તેમના આ ઈનિશિએટિવ સાથે જાેડાવવા માંગતા હોય તેઓ અધિકૃત ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકે છે.
પૂર્વ જજના જણાવ્યાં મુજબ આ એક એવું પ્લેટફોર્મ હશે જે લોકોને યુદ્ધ કે ધૃણા નહીં પરંતુ પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરશે. પોતાના ઈનિશિએટિવ સંબંધિત કાત્જૂએ એક્સ પર વિવિધ પોસ્ટ શેર કરી છે. તેમણે એક પોસ્ટમાં લખ્યું કે જે લોકો નવી બનેલી ઈશ્ક કરો પાર્ટી સાથે જાેડાવવા માંગતા હોય, જેનો હું સંરક્ષક છું, તેઓ ૈજરૂાટ્ઠિર્ॅટ્ઠિંઅજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ પર સંપર્ક કરી કે છે.
પોતાની એક પોસ્ટમાં તેમણે લખ્યું કે જે લોકો આ ઈનિશિએટિવ એક મજાક સમજી રહ્યા હોય તો તે ખુબ મોટી ગેરસમજ છે. તેમણે લખ્યું કે, કેટલાક લોકોને એવું લાગી શકે કે આ નવી બનાવવામાં આવેલી ઈશ્ક કરો પાર્ટી કોઈ મજાક છે કે પછી આ ફક્ત છોકરા-છોકરીઓ વચ્ચે પ્રેમ સંબંધને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલી કોઈ વેલેન્ટાઈન ડે જેવી પહેલ છે. પરંતુ આ સંપૂર્ણ રીતે એક ખોટી ધારણા છે.
પોસ્ટમાં વધુમાં કહેવાયું છે કે હકીકતમાં આ ભારતની સામે વર્તમાન ગંભીર સમસ્યાઓને પહોંચી વળવાનો એક ગંભીર પ્રયત્ન છે. આજે ભારતમાં ભારે ગરીબી, વ્યાપક બેરોજગારી, બાળકોમાં કુપોષણની ભયાનક સ્થિતિ (ગ્લોબલ હંગર ઈન્ડેક્સ મુજ ભારતનો લગભગ દરેક બીજાે બાળક કુપોષિત છે અને હાલના વર્ષોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે.) સારી સ્વાસ્થ્ય સેવાઓ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણની કમી, જરૂરિયાતની વસ્તુઓના વધતા ભાવ, જાતીય અને સાંપ્રદાયિક તણાવ જેવી અનેક ગંભીર સમસ્યાઓ છે.
એમ પણ કહ્યું કે, આ વિશાળ સમસ્યાઓનું સમાધાન ત્યાં સુધી શક્ય નથી જયાં સુધી આપણા લોકોમાં એક્તા નહીં હોય. પરંતુ દુખદ સત્ય એ છે કે આજે આપણો સમાજ જાતિ, ધર્મઅને નસ્લના આધારે વહેંચાયેલો છે. આ વિભાજનને સ્વાર્થી નેતાઓ પ્રોત્સાહન આપે છે જે ફક્ત સત્તા અને ધન ઈચ્છે છે તથા જનતાના વાસ્તવિક કલ્યાણની જગ્યાએ પોતાની વોટબેંકની રાજનીતિ કરે છે.
પૂર્વ જજે પોતાની પોસ્ટમાં લખ્યું કે ઈશ્ક કરો પાર્ટીનો હેતુ આ બદીનો મુકાબલો કરવાનો અને લોકો વચ્ચે એક્તા વધારવાનો છે. આપણે બધા દેશવાસીઓ પ્રત્યે પ્રેમ રાખવો જાેઈએ, પછી ભલે તેમની જાતિ, ધર્મ, નસ્લ કે કોઈ પણ ઓળખ કેમ નહોય. ફક્ત ત્યારે જ આપણે આધુનિક વિચારવાળા નેતૃત્વના માર્ગદર્શનમાંએક શક્તિશાળી જનસંઘર્ષ ઊભો કરી શકીશું. જે આપણા લોકોને તેમની કપરી સ્થિતિમાંથી મુક્તિ અપાવી શકે.
આ મહાન હેતુ માટે આઈકેપી ભારતીય જનતાનું માર્ગદર્શન કરવા માંગે છે અને આ પાર્ટીનો મૂળ લક્ષ્ય છે.





