(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
દેશભરમાં FSSAIની છટકબારીનો દૂરુપયોગ કરીને એનલોગ પનીરના નામે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં પર હવે મહારાષ્ટ્રના પગલે સુરત મ.ન.પા ધ્વારા પણ જાગૃતિનાં ભાગરૂપે પાડવામાં આવેલા દરોડા શહેરીજનોના હિતમાં પ્રસંશાને પાત્ર છે.
ત્યારે જોઈએ શું છે આ નકલી પનીર અને અસલી પનીર વચ્ચેનો ભેદ? સામાન્ય રીતે અસલી પનીર શુધ્ધ દૂધને ફાડીને બનાવવામાં આવે છે જે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. પરંતુ એનલોગ પનીર દૂધમાંથી નહીં પણ પામ ઓઇલ, સ્ટાર્ચ, દૂધનો પાઉડર અને કેમિકલ્સ મિક્ષ કરીને બનાવવામાં આવતું એક કૃત્રિમ પનીર છે. જ્યારે FDA ને તપાસમાં જે ભેળસેળયુકત પનીરમાં ફોર્મલીન, યુરિયા, ડિટર્જન્ટ જેવા જીવલેણ રસાયણો પણ હોવાના પુરાવા મળ્યા છે.
જ્યારે આરોગ્ય એક્સપર્ટના મતે કેમિકલયુકત પનીર શરીર પર ગંભીર અસરો કરે છે. જે રીતે પનીરને સફેદ અને ઘટ બનાવવા વપરાતા નફોટોકિસક કેમિકલ્સ લિવર અને કિડની ફેઇલ થવાનું જોખમ ઊભું કરે છે. પામ ઓઇલ અને ટ્રાન્સફેટના કારણે રક્તવાહિનીઓમાં બ્લોકેજ થાય છે. અને આવા પનીરના સતત સેવનથી પાચનની સમસ્યાઓ અને હ્રદયરોગ જેવા ગંભીર જોખમો ઊભા થાય છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને પહેલેથી જ કોઈક પણ જાતની બીમારીથી પીડાતા લોકો માટે આ પનીર જીવલેણ પણ સાબિત થઈ ગંભીર સમસ્યા પણ ઊભી કરી શકે છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે જેના નામમાં જ કૃત્રિમતા છે એ એનલોગ પનીર જ્યારે આરોગ્ય માટે જો હાનિકારક હતું તો પછી અત્યાર સુધી એના પર પ્રતિબંધ કેમ નહોતો? અત્યાર સુધી એનલોગ પનીર એટલેકે નકલી પનીરને વેચવાની છૂટ કેમ હતી? ત્યારે એ બાબતે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (FSSAI) ન
મૂળ નિયમો અનુસાર વીગન કે સોયા અથવા વેજીટેબલ ફેટમાંથી એનલોગ પનીર બનાવવું ગેરકાનૂની નથી. જો કોઈ કંપની પેકેટ પર સ્પષ્ટપણે વંચાય એ રીતે “Analogue Paneer” અથવા “Imitation Paneer” લખીને વેચે તો તેને કાયદેસર રીતે વેચવાની છૂટ છે. ઉપરાંત પેકેટ ઉપર આ પનીર બનાવવા માટે કયા કયા વનસ્પતિ તેલ, સ્ટાર્ચ કે પ્રોટીન સોલિડ્સ વાપરવામાં આવ્યા છે? એનું પૂરેપુરું લિસ્ટ લખવું ફરજિયાત હોવા છતાં આ નકલી પનીર છૂટકમાં કિલોન રૂપિયા ૧૨૦ થી ૧૫૦ માં વેચાતા હોવાની ફરિયાદને કારણે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં અસલી પનીરનો ભાવ રૂપિયા ૩૫૦ થી ૪૦૦ નો પ્રતિ કિલો છે.





