ભારતના નિવૃત્ત CDS અનિલ ચૌહાણે કહ્યું ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાણા હિલ્સને ટારગેટ બનાવ્યું નથી સરગોધા તરફ ઘણા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા, અને તેમાંથી એક તેની ઉડાન ક્ષમતા ગુમાવી હોઈ શકે છે અને પહાડી સાથે ટકરાઈ ગયો હશે ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના કિરાણા હિલ્સને ટારગેટ બનાવ્યું નથી, જ્યાં પરમાણુ બોમ્બ રાખ્યા હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે સરગોધા તરફ ઘણા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા, અને તેમાંથી એક તેની ઉડાન ક્ષમતા ગુમાવી હોઈ શકે છે અને પહાડી સાથે ટકરાઈ ગયો હશે.
જનરલ ચૌહાણ (નિવૃત્ત)એ ઓપરેશન સિંદૂર અને તેના પરિણામો પર ચર્ચા દરમિયાન એર માર્શલ એકે ભારતીને પોતાનું સ્થાન સ્પષ્ટ કરવામાં પણ ટેકો આપ્યો હતો. ગયા વર્ષે ૧૨ મેના રોજ, એર માર્શલ ભારતી, એર ફોર્સના ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ (DGAO) તરીકે, પત્રકારોને જણાવ્યું હતું કે, અમે કિરાણા હિલ્સ પર હુમલો કર્યો નથી, ભલે ત્યાં કંઈ પણ હોય.
એર માર્શલ ભારતી ૩૧ જુલાઈના રોજ ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા. તેમને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું કે ભારતે કિરાના હિલ્સ નામના સ્થળ પર હુમલો કરીને બદલો લીધો છે, જ્યાં પરમાણુ શસ્ત્રોનો સ્ટોરેજ સુવિધા હોવાનું કહેવાય છે.
ભારતે ૨૨ એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં મે ૨૦૨૫માં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓને માર્યા ગયા હતા.
ચૌહાણે કહ્યું કે, એર માર્શલ ભારતીને કિરાના હિલ્સ વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મને લાગે છે કે મારે આ સ્પષ્ટ કરવું જાેઈએ. ઘણી વખત પૂછવામાં આવ્યું છે કે શું કિરાના હિલ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં જ તેમની (પાકિસ્તાનની) પરમાણુ સુવિધાઓ સ્થિત છે. તેમણે કહ્યું કે એર માર્શલ ભારતી સાચી વાત કરી હતી કે અમે કિરાના હિલ્સને નિશાન બનાવ્યું નથી.
ભૂતપૂર્વ સીડીએસે કહ્યું કે, હું કદાચ આ વાત કંઈક અંશે સમજાવી શકું છું. તે હુમલાઓ પહેલાં, અમે સરગોધામાં ઘણા ડ્રોન મોકલ્યા હતા, અને કિરાણા ટેકરીઓ સરગોધાથી લગભગ ૧૦ કિલોમીટર ઉત્તરમાં છે. તેથી આ ડ્રોન સરગોધામાં અને તેની આસપાસના રડારો શોધી રહ્યા હતા. એક સમય મર્યાદા છે, જેનો અર્થ એ છે કે તેઓ લગભગ બે કલાક હવામાં ફરતા રહે છે, અને જાે તેમને કોઈ ટારગેટ ન મળે, તો તેઓ નીચે આવીને ક્યાંક ક્રેશ થઈ જાય છે. તેમણે ઉમેર્યું કે, તે ઉતરી શકે છે અને તે પહાડમાંથી એક સાથે અથડાઈ શકે છે. તેથી તે એક કારણ હોઈ શકે છે જે લોકોએ પૂછ્યું હતું, કારણ કે પાકિસ્તાની મીડિયાએ કિરાણા પહાડીઓમાંથી ધુમાડો નીકળતો દર્શાવતી કેટલીક તસવીરો પણ બતાવી હતી.
ચૌહાણે એમ પણ કહ્યું કે પહેલગામ હુમલા પછી, ૨૯ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે, આપણે પાકિસ્તાનને મોટો પાઠ ભણાવવો જાેઈએ અને અકલ્પનીય પગલાં લેવા જાેઈએ, કારણ કે ભારત સરહદ પારના આતંકવાદને સહન કરશે નહીં અને તેને નાબૂદ કરવું જરૂરી છે. ચૌહાણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સેનાને તે પોતાના સમય પર કરવા, પરંતુ નિષ્ફળતા માટે કોઈ જગ્યા ન રહે તે સુનિશ્ચિત કરવા અને આપણી પાસે પુરાવા હોવા જાેઈએ સૂચના આપી હતી. તેમણે સમજાવ્યું કે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ ઉપસ્થિત રહીને આ મહત્વપૂર્ણ બેઠકમાં ઓપરેશન સિંદૂર અંગેના મુખ્ય ર્નિણયો લેવામાં આવ્યા હતા.





