અમદાવાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ શનિવારે બપોરે લેન્ડિંગ ગિયરની સમસ્યા બાદ દિલ્હી એરપોર્ટ પર પરત ફરી હતી. સૂત્રોએ જણાવ્યું કે ફ્લાઈટ નંબર 6E 129 બપોરે લગભગ 2.40 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ. વિમાનમાં લગભગ 170 લોકો સવાર હતા.
ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરો માટે વૈકલ્પિક વિમાન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે વિમાન ટેકઓફ કર્યા બાદ દિલ્હી પરત ફર્યું કારણ કે પાયલટને ટેકનિકલ સમસ્યા જણાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાતા વિમાનને પરત ફરવું પડ્યું હતું અને ફ્લાઈટ માટે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.